હળવદની દેવળીયા ચોકડી નજીક ગાડી રોંગ સાઈડમાં આવવા બાબતે યુવાનને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી
મોરબી શહેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડ: 170 બોટલ દારૂ કબ્જે, ત્રણ આરોપી પકડાયા, બેની શોધખોળ
SHARE







મોરબી શહેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડ: 170 બોટલ દારૂ કબ્જે, ત્રણ આરોપી પકડાયા, બેની શોધખોળ
મોરબીના શનાળા ગામે આવેલ જૂના ઇન્દિરાવાસમાં ઘરમાં, યમુનાનગર સોસાયટી નજીક બાવળની કાંટમાં તેમજ જુના ઘુટુ રોડ ઉપર દારૂની જુદીજુદી ત્રણ રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની મોટી કુલ મળીને 170 બોટલ પોલીસે કબ્જે કરી હતી અને હાલમાં દારૂના જુદાજુદા ત્રણ ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબીના શનાળા ગામે આવેલ જૂના ઇન્દિરાવાસમાં સુનિલભાઈ દેવાણીના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની મોટી કુલ મળીને 144 બોટલ મળી આવતા પોલીસે 34,248 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી સુનિલભાઈ મહેન્દ્રભાઈ દેવાણી (32) રહે. માધાપર શેરી નં-12 મોરબી હાલ રહે વાવડી રોડ ઉમિયા પાર્ક ભાડાના મકાનમાં મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો સાગર ધીરુભાઈ ચાવડા રહે. રણછોડનગર મોરબી તથા ઋષિરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા રહે. નીતિનનગર સનાળા મોરબી વાળા પાસેથી વેચાણ કરવા માટે મેળવીને પોતાના કબજામાં રાખ્યો હોવાનું સામે આવ્યું હતુ જેથી હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધીને બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે
મોરબી શહેરમાં યમુનાનગર સોસાયટી તરફ જવાના રસ્તા ઉપર બાવળની કાંટમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 24 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 13,200 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આ માલ રવિભાઈ જીતેન્દ્રભાઈ પાલા (30) રહે. સેન્ટ મેરી ફાટક પાસે લક્ષ્મીનારાયણ સોસાયટી મોરબી વાળાનો હોવાનું સામે આવતા તેને પકડીને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે જયારે મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ સનગોલ્ડ સિરામિક કારખાના પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી પોલીસે 2200 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી સદામભાઈ હબીબભાઈ મોવર (32) રહે. સોઓરડી ચામુંડાનગર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
મારા મારીમાં ઇજા
મોરબીના લક્ષ્મીનગર ગામે રહેતા ગેંડા નારુ મેડા (32) અને ઊંચી માંડલ ગામ પાસે રહેતા રામુ કાળા ભીલ (26)ને પાનેલી નજીક મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તે બંને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.
યુવાન સારવારમાં
મોરબીના પાવડીયારી ખાતે રહેતા રાહુલ ચતુર્વેદી (21) નામનો યુવાન કેનાલ પાસેથી બાઈકમાં જઈ રહ્યો હતો ત્યારે બાઈકમાંથી પડી જવાના કારણે તે યુવાનને ઇજા થતા ઇજા પામેલ યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
મારામારીમાં ઇજા
મોરબીના રવાપર રોડે આવેલ કાલિકા પ્લોટમાં રહેતા અનિલભાઈ પ્રવીણભાઈ ગડેશિયા (31) નામના યુવાનને લાતી પ્લોટ વિસ્તારમાં મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે
અકસ્માતમાં ઇજા
મોરબી નજીકના નવા સદુળકા ગામે રહેતા દીપકભાઈ પ્રેમજીભાઈ પરમાર (35) નામનો યુવાન ભરતનગર ગામ પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
