મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના જલારામ એપાર્ટમેન્ટમાં ઘરમાંથી 7 બોટલ દારૂ પકડાયો: રંગપરની સીમમાંથી 350 લિટર દેશી દારૂ-ધણાદની સીમમાંથી 300 લિટર આથો ઝડપાયો


SHARE











મોરબીના જલારામ એપાર્ટમેન્ટમાં ઘરમાંથી 7 બોટલ દારૂ પકડાયો: રંગપરની સીમમાંથી 350 લિટર દેશી દારૂ-ધણાદની સીમમાંથી 300 લિટર આથો ઝડપાયો

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર પાસે જલારામ એપાર્ટમેન્ટમાં રહેતા શખ્સનાં ઘરની અંદર દારૂની રેડ કરી હતી ત્યારે ત્યારે સ્થળ ઉપરથી દારૂની 7 બોટલ મળી આવતા પોલીસે 4700 ની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો અને રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધી પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગરમાં જલારામ એપાર્ટમેન્ટમાં રહેતા સાગરભાઇ પલાણના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 7 બોટલ મળી આવતા પોલીસે 4,700 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી ઘરે હાજર ન હોય હાલમાં સાગરભાઇ કાંતિલાલ પલાણ રહે. જલારામ એપાર્ટમેન્ટ સ્ટેટમેન્ટ સ્કૂલની પાછળ મોરબી વાળાની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

350 લિટર દેશી દારૂ

મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં ક્રિકેટ ગ્રાઉન્ડની પાછળના ભાગમાં આવેલ જાડી જાખરામાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 350 લિટર દેશી દારૂ મળી આવતા પોલીસે 70 હજાર રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી સુરાભાઈ હીરાભાઈ માથાસુરીયા (53) તથા ગુલાબભાઇ ઉર્ફે જલાભાઇ વિકુભાઈ સાડમિયા (22) રહે. બંને હાલ રંગપર ગામની સીમ મહાવીરસિંહ ઝાલાની વાડીએ મોરબી વાળાની ધરપકડ કરેલ છે તે બંને સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

300 લીટર આથો

હળવદ તાલુકાના ધણાદ ગામની સીમમાં આવેલ ખરાબામાં બાવળની કાંટમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 300 લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 7,500 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હતો જોકે આ માલ અશ્વિનભાઈ જેરામભાઈ લોદરીયા રહે. ગોપાલગઢ તાલુકો ધાંગધ્રા વાળાનો હોવાનું સામે આવતા તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News