વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રહેતા પરિવારની યુવતીને દિવાળી ઉપર વતનમાં જવાની માતાએ ના પડતાં અનંતની વાટ પકડી
SHARE













વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રહેતા પરિવારની યુવતીને દિવાળી ઉપર વતનમાં જવાની માતાએ ના પડતાં અનંતની વાટ પકડી
વાંકાનેરના માટેલ ગામની સીમમાં આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતાં પરિવારની દીકરીને દિવાળીના પર્વ ઉપર પોતાના વતનમાં જાવું હતું જો કે, તે યુવતીની માતાએ આ વર્ષે દિવાળીમાં વતનમાં જવું નથી તેવું કહ્યું હતું જેથી યુવતીને મનોમન લાગી આવતા તે ઘણા દિવસોથી સૂનમૂન રહેતી હતી દરમિયાન તેની માતા કવાર્ટરની બાહર જતાં યુવતીએ પોતાની જાતે પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
બનાવી જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ એસ્કોન સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા ચંદ્રપ્રસાદ રાજપુતની 20 વર્ષની દીકરી શિવાનીદેવીએ લેબર ક્વાર્ટરની અંદર પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવતીને દિવાળીના તહેવાર ઉપર પોતાના વતનમાં જવું હતું પરંતુ તેના માતાએ આપણે આ વર્ષે દિવાળી કરવા નથી જવું તેવું યુવતીને કહ્યું હતું જેથી તેને મનોમન લાગી આવ્યું હતું અને છેલ્લા દસેક દિવસથી તે સુનમૂન રહેતી હતી અને બે દિવસથી કામ ઉપર પણ ગયેલ ન હતી તેવામાં તે યુવતીએ તેની માતા રૂમની બહાર જતા રૂમની અંદર પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
