મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં સરપ્રાઇઝ વાહન ચેકિંગ: કાળા કાચા વાળા અને નંબર પ્લેટ વગરના વાહન ચાલકો સામે પોલીસની લાલ આંખ


SHARE











મોરબીમાં સરપ્રાઇઝ વાહન ચેકિંગ: કાળા કાચા વાળા અને નંબર પ્લેટ વગરના વાહન ચાલકો સામે પોલીસની લાલ આંખ

મોરીબમાં આજે ડીવાયએસપીની આગેવાની હેઠળ શહેર અને તાલુકા પોલીસ તેમજ એલસીબી અને એસઓજીના અધિકારીઓ સહિતની ટિમ દ્વારા સરપ્રાઇઝ વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું અને આ ડ્રાઇવમાં ખાસ કરીને કાળા કાચા વાળા અને નંબર પ્લેટ વગરના વાહન ચાલકો સામે પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી અને ધડોધડ મેમો આપવામાં આવ્યા હતા તેમજ કેટલાક વાહનોને ડિટેઇન પણ કરવામાં આવેલ છે.

મોરબીમાં ગુરુવારે સાંજે એસપી મુકેશકુમાર પટેલની સૂચના મુજબ ડીવાયએસપી પી.એ.ઝાલાની આગેવાનીમાં સરપ્રાઇઝ મેગા વાહન ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબી શહેરના એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટ તેમજ વીસી ફાટક, નવલખી રોડ ઉપર સરપ્રાઇઝ વાહન ચેકિંગ કરવામાં આવ્યા હતા ત્યારે HSRP નંબર પ્લેટ લગાવેલ ન હોય, નંબર પ્લેટ વગરના વાહનો, ફેન્સી કે તુટેલી નંબર પ્લેટ અને ફોર વ્હીલરમાં ડાર્ક ફીલ્મ લગાડેલ હોયે તેવા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવા આવી હતી. અને ઘણા વાહન ચાલકો પાસેથી ટ્રાફિકના નિયમનો ભંગ કરવા બદલ સ્થળ ઉપર દંડ લેવામાં આવેલ હતો જો કે, કેટલાક વાહન ચાલકોને મેમો આપવામાં આવ્યા હતા અને અમુક વાહન ચાલકના વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા. આ તકે મોરબી એ ડિવિઝન, બી ડિવિઝન, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતની ટીમો તેમજ એલસીબી અને એસઓજીના પીઆઇ સહિતની ટીમો હાજર રહી હતી અને પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનો ભંગ કરીને વાહન ચલાવનારા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.






Latest News