દિવાળી જેલમાં જ: મોરબીના 602 જમીન કૌભાંડમાં પકડાયેલ માસ્ટર માઈડ સહિત પાંચ આરોપીઓની જામીન અરજી રદ્દ
મોરબીની કુંભાર શેરીમાં મકાનમાં દારૂની 21 બોટલ સાથે એક પકડાયો, બે શખ્સની શોધખોળ
SHARE














મોરબીની કુંભાર શેરીમાં મકાનમાં દારૂની 21 બોટલ સાથે એક પકડાયો, બે શખ્સની શોધખોળ
મોરબીના નવા ડેલા રોડ ઉપર કુંભાર શેરીમાં આવેલ મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 21 બોટલ મળી આવતા પોલીસે 13,662 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી એક શખ્સની ધરપકડ કરેલ છે અને મકાનનો કબ્જો ધરાવતા શખ્સ સહિત બે શખ્સોને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
મોરબી એ ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે નવા ડેલા રોડ ઉપર આવેલ કુંભાર શેરીમાં રાકેશભાઇ દામજીભાઇ પાદરેશાના કબજા ભોગવટા વાળા દામજીભાઈ મોતીભાઈ કુંભારના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 21 બોટલ મળી આવતા પોલીસે 13,662 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને ઘરમાંથી હર્ષદભાઈ નાનજીભાઈ મકવાણા (49) રહે. મહેન્દ્રપરા શેરી નં-4 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને મકાનનું કબજો ધરાવતા રાકેશભાઈ દામજીભાઈ પાદરેસા તેમજ હિતેશ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંતભાઈ ધોળકિયાના નામ સામે આવ્યા છે જેથી પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધ્યો છે અને બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
વૃદ્ધનું મોત
મોરબીના આલાપ રોડ ઉપર આવેલ પટેલ નગરમાં રહેતા ધીરજભાઈ જેરામભાઈ આદ્રોજા (65) નામના વૃદ્ધને એક વર્ષ પહેલ લકવો થઈ ગયો હતો અને ઘરે બેડ રેસ્ટમાં હતા દરમિયાન તેની તબિયત ખરાબ થતા સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટર તેમને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી

