મોરબીમાં મચ્છુ-3 ડેમનો 1 દરવાજો ખોલ્યો મોરબીના મકનસર ગામ પાસેથી શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ ઝડપાયો ટંકારાના નેકનામ ગામે પતિને અન્ય છોકરી સાથે આડા સબંધ રાખવાની ના કહેતી પરિણીતાએ દુ:ખત્રાસથી કંટાળીને કર્યો આપઘાત હળવદ તાલુકમાં તસ્કરોના ધામા: ખેડૂતોની જુદીજુદી 3 વાડીઓમાંથી કોપર વાયરની ચોરી હળવદના કડિયાણા ગામે છોટાહાથીના ચાલકે હડફેટે લેતા ઘરેથી મંદિરે જતાં વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત મોરબી સહિત 6 જિલ્લામાંથી હદપાર કરાયેલ શખ્સ મોરબીમાંથી મળી આવ્યો ! મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું
Breaking news
Morbi Today

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે જરૂરિયાતમંદ બાળકો-પરિવારો સાથે દિવાળી ઉજવી


SHARE





મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે જરૂરિયાતમંદ બાળકો-પરિવારો સાથે દિવાળી ઉજવી

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આ વર્ષે દિવાળીની ઉજવણી ખાસ રીતે કરવામાં આવી હતી અને  ગ્રુપના સભ્યોએ 3000 જેટલા બાળકોને ફટાકડાની કીટ તથા સ્વાદિષ્ટ મીઠાઈનું વિતરણ કર્યું હતું. આટલું જ નહીં 200 જેટલા આર્થિક રીતે નબળા પરિવારોને રાશન કીટનું વિતરણ કર્યું હતું યંગ ઇન્ડિયા ગ્રુપ છેલ્લા ઘણા વર્ષોથી આપવાનો આનંદઅભિયાન હેઠળ દરેક તહેવારની ઉજવણી કરે છે. તેવી જ રીતે દિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, “દિવાળી અને નવું વર્ષ ફક્ત કેલેન્ડર બદલવાનો પ્રસંગ નથી, પણ એ જીવનમાં નવી શરૂઆત કરવાનો અવસર છે. ઘર સાફ થઈ જાય છે, પણ દિલનું શું? એ પણ સાફ થવું જોઈએ. આ દિવાળીયંગ ઇન્ડિયા ગ્રુપે મોરબીના વિવિધ વિસ્તારોમાં જઈને બાળકોને ફટાકડાની કીટ, મીઠાઈ અને ભોજન કરાવ્યું હતું તથા ગરીબ પરિવારોને રાશન કીટ આપી દિલના દીવાઓ પ્રજલિત કરી આનંદના અજવાળાકરવાનો પ્રયાસ કર્યો હતો.




Latest News