મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે જરૂરિયાતમંદ બાળકો-પરિવારો સાથે દિવાળી ઉજવી
દિવાળીના દિવસે યુવાનની હત્યા: વાંકાનેરમાં ઝઘડો પતાવવા ગયેલા યુવાનને પાંચ શખ્સોએ છરીના ઘા મારીને પતાવી દીધો
SHARE
દિવાળીના દિવસે યુવાનની હત્યા: વાંકાનેરમાં ઝઘડો પતાવવા ગયેલા યુવાનને પાંચ શખ્સોએ છરીના ઘા મારીને પતાવી દીધો
દિવાળીના દિવસે વાંકાનેરમાં હત્યાનો બનાવ બનેલ છે અને મિત્ર સાથે થયેલ ઝઘડો પતાવવા માટે ગયેલા યુવાન ઉપર પાંચ શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો અને છરીના ઘા માર્યા હતા જેથી કરીને ઇજા પામેલા યુવાનનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે પાંચ શખ્સોની સામે હત્યાનો ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના નવાપરા વિસ્તારમાં પંચાસર રોડ પર રહેતા ધ્રુવ પ્રફુલ્લભાઈ કેરવાડીયા (20)ના મિત્ર વિપુલ સાથલીયાને અન્ય શખ્સો સાથે માથાકૂટ થઈ હતી. જેથી કરીને સમાધાન કરીને ઝઘડો પતાવવા માટે ધ્રુવ પોતાના મિત્ર દિપક પરેચા અને વિપુલ સાથલીયા સાથે નવાપરા વિસ્તારમાં વાસુકી દાદાના મંદિર નજીક ગયો હતો ત્યારે ત્યાં આરોપીઓ સાહિલ દિનેશભાઈ વિજવાડીયા, ઋત્વિક જગદીશભાઈ કોળી, અનિલ રમેશભાઈ કોળી, વિશાલ સુરેશભાઈ વિજવાડિયા રહે. ચારેય નવાપરા, વાંકનેર અને કાનો દેગામા રહે. વિશીપરા, વાંકાનેર વાળા ત્યાં હાજર હતા અને સમાધાન માટેની વાતચીત ચાલી રહી હતી તેવામાં પાંચેય શખ્સોએ ધ્રુવ, દિપક અને વિપુલને ઘેરી લીધા હતા અને બેફામ માર માર્યો હતો. અને ત્યારે આરોપીઓએ ધ્રુવ કેરવાડીયાને છાતીના ભાગે છરીનો જીવલેણ ઘા ઝીંકી દીધો હતો. જેથી ગંભીર ઇજા પામેલા ધ્રુવ કેરવાડીયા લોહીલુહાણ હાલતમાં ત્યાં ઢળી પડ્યો હતો. ત્યાર બાદ તેને હોસ્પિટલે લઈ ગયા હતા જો કે, ધ્રુવ કેરવાડીયાને જોઈ તપાસીને ફરજ ઉપરના ડોક્ટરે મરુત જાહેર કર્યો હતો અને બનાવ હત્યામાં પલટયો હતો. આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતા પ્રફુલ્લભાઈ કેશુભાઈ કેરવાડીયાએ પાંચ શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપી લેવા માટે જુદીજુદી ટીમો બનાવને તપાસ શરૂ કરવામાં આવી છે.