મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો
SHARE
મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો
મોરબીની ત્રાજપર ચોકડી પાસે એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પડેલ એક્ટિવાની ડેકીમાંથી દારૂની પાંચ બોટલ મળી હતી જો કે, રેડ કરી હતી ત્યારે આરોપી હજાર ન હતો જયારે વાંકાનેરમાં વ્યાયમ શાળા પાસેથી પસાર થઈ રહેલા શખ્સ પાસેથી દારૂની સાત બોટલ મળી આવી હતી જેથી પોલીસે તેને પકડીને આગળની કાર્યવાહી કરી હતી.
મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે આવેલ ટી.કે.હોટલ નજીક શુભલક્ષ્મી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પડેલ એક્ટિવા નંબર જીજે 3 એચસી 6713 ને ચેક કરવામાં આવ્યું હતું ત્યારે તે વાહનની ડેકીમાંથી દારૂની પાંચ બોટલ મળી આવી હતી જેથી પોલીસે 7,000 રૂપિયાની કિંમતની દારૂની બોટલ તથા 20,000 રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 27, 000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી અંકિત દીપકભાઈ સોલંકી રહે. શુભલક્ષ્મી એપાર્ટમેન્ટ-2 ફ્લેટ નંબર-401 ટી.કે. હોટલ પાસે ત્રાજપર ચાર રસ્તા નજીક મોરબી વાળો હાજર ન હોવાથી તેની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે જયારે વાંકાનેર રેલવે સ્ટેશન રોડ ઉપર વ્યાયમ શાળા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની સાત બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 8,900 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી વનરાજસિંહ સબળસિંહ નકુમ (42) રહે. રેલ્વે સ્ટેશન રોડ વ્યાયમ શાળા પાસે વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.
દેશી દારૂની રેડ
મોરબીના પીપળી ગામથી ટિંબડી ગામ તરફ જવાના રસ્તા ઉપર આરસીસી રોડ ઉપર આવેલ પાવર હાઉસની બાજુમાં ઝૂંપડા પાસે બાવળની કાંટમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 10 લિટર દેશી દારૂ તથા 150 લીટર દેશી દારૂનો આથો મળી આવ્યો હતો જેથી પોલીસે કુલ મળીને 7,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી મગનભાઈ વાલજીભાઈ જખાણીયા (32) રહે. પીપળીથી ટિંબડી ગામ તરફ જવાના રસ્તે પાવર હાઉસની બાજુમાં ઝૂંપડામાં મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
વરલી જુગાર
મોરબીના કાલિકા પ્લોટ શેરી નંબર-4 માં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વરલીના આંકડા લેતા નીરવભાઈ સુભાષભાઈ મીરાણી (31) રહે. દલવાડી સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના બી-12 મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 1500 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.