મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો
મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ
SHARE
મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ
મોરબીમાં મણીમંદિરની બાજુમાં દરગાહ આવેલ હતી ત્યાં દિવસેને દિવસે દબાણ વધી રહ્યું હતું અને આ ગેરકાયદે દબાણ તોડી પાડવા માટે થઈને મંગળવારે વહીવટી તંત્ર અને માર્ગ મકાન વિભાગ દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને બે હિટાચી મશીન સહિત કુલ 10 જેસીબી સહિત 12 જેટલા મશીનોને કામે લગાડવામાં આવ્યા હતા ત્યારે એક બાજુ ડિમોલિશન ચાલી રહ્યું હતું તો બીજી બાજુ મુસ્લિમ સમાજના લોકો મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે એકત્રિત થયા હતા અને એ ડિવિઝનમાં અને જેલ રોડ ઉપર રોડ ફોડ કરી કરી અને લોકોના વાહનોમાં પણ નુકશાની કરી હતી તેમજ પોલીસની ગાડી ઉપર પથ્થર મારો કર્યો હતો જેથી પોલીસે ટોળાને વિખેરવામાં માટે બળ પ્રયોગ કર્યો હતો અને ત્યાર બાદ ટપોટપ મુખ્ય બજારની દુકાનોને બંધ કરી દેવામાં આવી હતી.
મોરબીમાં મણીમંદિરની બાજુમાં દરગાહનું દબાણ હતું જેને દૂર કરવા માટે થઈને અગાઉ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ લેન્ડીંગનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો અને મંગળવારે મોરબીમાં મણિમંદિર પાસે દરગાહનું ડિમોલેશન કરવા માટેની કામગીરી બપોરે 2:30 વાગ્યાથી શરૂ કરવામાં આવેલ છે ત્યારે મોરબીના એસપી મુકેશકુમાર પટેલ તથા ડીવાયએસપી પી.એ. ઝાલા, સમીર સારડા અને વિરલ દલવાડી સહિત કુલ સાત ડીવાયએસપી તેમજ પીઆઇ પીએસઆઈ સહિત કુલ મળીને 750 થી વધુ પોલીસ જવાનોને શહેરમાં ખડેપગે રાખવામા આવ્યા હતા. આ તકે મોરબી જિલ્લા ઉપરાંત સુરેન્દ્રનગર, જામનગર અને રાજકોટ ગ્રામ્યમાંથી પણ પોલીસ કાફલો બંદોબસ્ત માટે મોરબી બોલાવવામાં આવ્યો હતો.
મણીમંદિર ગેરકાયદે બંધકામને તોડી પાડવા માટે એકી સાથે 2 હિટાચી મશીન ઉપરાંત 10 જેસીબી સહિત કુલ મળીને 12 જેટલા મશીનોને કામે લગાડવામાં આવ્યા હતા અને દરગાહનું ગેરકાયદેસર દબાણ તોડી પાડવા માટેની કામગીરી કરવામાં આવી હતી આટલું નહીં પરંતુ દરગાહ તોડી નાખવામાં આવ્યા બાદ તેનો કાટમાળ પણ તાત્કાલિક દૂર કરવામાં આવે તેના માટે થઈને 25 જેટલા ડમ્પરને પણ ત્યાં ઉભા રાખવામાં આવ્યા હતા અને ડિમોલેશન કરવામાં આવેલ દરગાહનો કાટમાળ તે ડમ્પરોમાં ભરીને ત્યાંથી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.
મોરબીમાં ડિમોલિશન માટેની કામગીરી શરૂ કરવામાં આવતા શહેરમાં કે જિલ્લામાં કોઈ અણબનાવ ન બને તે માટે થઈને પોલીસ અધિકારીની સૂચના મુજબ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો ખાસ કરીને મોરબી શહેરમાં ખટકી વાસ, ગેસ્ટ હાઉસ રોડ, નગર દરવાજા ચોક, વીસીપરા સહિતના વિસ્તારોમાં પોલીસે પેટ્રોલિંગ ચાલુ રાખ્યું હતું અને મણીમંદિર પાસેથી લોકોની અવર જવર માટે જે રસ્તો બનાવવામાં આવ્યો છે તે રસ્તાને પણ આજે લોકોને અઢી વાગ્યાથી બંધ કરી દેવામાં આવેલ છે જેથી મોરબીના મોટાભાગના રસ્તાઓ ઉપર ટ્રાફિકજામ જોવા મળ્યો હતો.
દરમિયાન મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે એકત્રિત થયેલા મુસ્લિમ સમાજના લોકોને ત્યાંથી વિખેરવા માટે કાર્યવાહી કરી હતી ત્યારે એકત્રિત થયેલ ટોળામાં રહેલા લોકોમાંથી કેટલાક શખ્સો દ્વારા જેલ રોડ ઉપર વેપારીઓની દુકાન પાસે પડેલ વસ્તુઓમાં તોડફોડ કરવામાં આવી હતી તેમજ દુકાનો પાસે અને લોકોના ઘર પાસે પાર્ક કરેલ વાહનોને ધક્કા મારીને નીચે પડી દઈને તેમાં નુકશાની કરી હતી આટલું જ નહીં પરંતુ બહારથી બંદોબસ્ત માટે આવેલ જામનગર પોલીસની જીપ ઉપર પથ્થર મારો પણ કરવામાં આવ્યો હતો જેથી કરીને પોલીસની જીપનો કાચ તૂટી ગયો હતો અને ત્યાર બાદ મોરબીમાં ખાટકીવાસ, સિપાહીવાસ, મકરાણીવાસ, ઈદ મસ્જિદ રોડ, વીસીપરા સહિતના જુદાજુદા વિસ્તારમાં પેટ્રોલીંગ ચાલુ રાખ્યું હતું અને લોકોના ટોળાં કોઈ સ્થળે એકત્રિત થવા દેવામાં આવ્યા ન હતા.
મોરબી જિલ્લા માર્ગ મકાન વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર હિતેશભાઈ આદ્રોજા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મણિમંદિર પાસે કુલ મળીને 350 ચોરસ મીટર જગ્યા ઉપર દરગાહનું ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું જેને તોડી પાડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને જુદીજુદી મશીનરીને કામે લગાડીને ગણતરીની કલાકોમાં ગેરકાયદે દબાણને દૂર કરવામાં આવ્યું છે. વધુમાં સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે મંગળવારે તંત્ર દ્વારા જે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે તેના કારણે કુલ મળીને અંદાજે 10 કરોડથી વધુની કિંમતની સરકારી જમીન દબાણ મુક્ત થયેલ છે તેવું જાણવા મળી રહ્યું છે.