મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા ટંકારા ખાતે સર્વરોગ નિદાન મેડીકલ કેમ્પનું આયોજન  વાંકાનેરમાં ધૂળેટીએ બઘડાટી: મહિલાને ઠપકો આપવા ગયેલ શેરીના લોકો ઉપર ઈંટ-પથ્થરના છૂટા ઘા કરીને હુમલો મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી જગ્યાએ ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા બે યુવાનોના મોત: વાંકાનેરમાં સિંધાવદર પાસે પાણીના વોંકળામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે કબીર ટેકરીમાં ઘરમાં જુગાર રમતા 18 શખ્સ પકડાયા, 6.15 લાખનો મુદામાલ કબ્જે મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ડ્રી પાસે ખાનગી બસના ડ્રાઈવરને આંતરીને તેના જૂના શેઠ સહિત ચાર શખ્સોએ પાઇપ-ધોકાથી મારમાર્યો


SHARE













વાંકાનેર બાઉન્ડ્રી પાસે ખાનગી બસના ડ્રાઈવરને આંતરીને તેના જૂના શેઠ સહિત ચાર શખ્સોએ પાઇપ-ધોકાથી મારમાર્યો

રાજકોટના કોઠારીયા રોડ ઉપર આવેલ ખોડલધામ સોસાયટીમાં રહેતો યુવાન અગાઉ જે ટ્રાવેલ્સની બસમાં ડ્રાઇવર તરીકે કામ કરતો હતો તે છોડીને બીજી જગ્યાએ બસ ચલાવવા માટે જતો હતો જે બાબતનો ખાસ રાખીને યુવાન અમદાવાદથી રાજકોટ તરફ બસ લઈને આવી રહ્યો હતો ત્યારે વાંકાનેર બાઉન્ડ્રીના ટોલનાકા પાસે બસની આડે સ્વીફ્ટ ગાડી ઉભી રાખીને ચાર શખ્સો દ્વારા યુવાનને પકડીને બસમાંથી નીચે ઉતારવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેના જમણા હાથના કાંડા ઉપર પાઇપ અને શરીરે આડેધડ લાકડાના ધોકા વડે માર મારીને ઇજા કરી હતી. જેથી યુવાનને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાર બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોધીને આરોપીને પકડવા માટે તજવીશરૂ કરેલ છે.

રાજકોટના કોઠારીયા રોડ ઉપર આવેલ ખોડલધામ સોસાયટીમાં રહેતા હરેશભાઈ જગુભાઈ ડાભી (40)હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાખાભાઈ રહે. રંગપર તાલુકો વાંકાનેર તથા ત્રણ અજાણ્યા શખ્સ આમ કુલ ચાર વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, અગાઉ તે લાખાભાઈની માતૃ કૃપા ટ્રાવેલ્સની ઓફિસમાં ચાલતી ટ્રાવેલ્સ બસમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો અને બાદમાં તેણે ત્યાં નોકરી મૂકી દીધી હતી અને અન્ય જગ્યાએ બસ ચલાવવા માટે જતો હતો જે બાબતનો ખાર રાખીને ફરિયાદી યુવાન તથા તેના શેઠ બંને પેસેન્જર બસ લઈને અમદાવાદથી રાજકોટ તરફ જતા હતા ત્યારે વાંકાનેર બાઉન્ડ્રી પાસે ટોલનાકા નજીક તેઓની બસની આડે લાખાભાઈએ સ્વીફ્ટ કાર ઊભી રાખી હતી અને લાખાભાઈફરિયાદીને બસમાંથી પકડીને નીચે ઉતાર્યો હતો ત્યારબાદ તેને લોખંડના પાઈપ વડે જમણા હાથના કાંડામાં મારમારીને ઈજા કરી હતી જ્યારે અજાણ્યા શખ્સો દ્વારા ધોકા અને ઢીકાપાટુનો માર મારવામાં આવેલ હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરે છે

વાહન અકસ્માતમાં ઇજા

મોરબી જિલ્લાના માળિયા (મિં.) તાલુકાના હરીપર અને સુરજબારી પુલ વચ્ચે ટ્રક અકસ્માત બન્યો હતો.જેમાં ટ્રક લઈને જઈ રહેલા વિરમદાન ઘેમરદાન ગઢવી (૪૫) રહે.રાજસ્થાનને ઈજા થઈ હોય અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના એસપી રોડ ખાતે વાહન અકસ્માતમાં બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા નયન મહિપતભાઈ નેપાળી (૩૦) રહે.ક્રિષ્ના સ્કૂલ પાસે આઈકોન રેસિડેન્સીને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના રવાપર રોડ ઉપર આસોપાલવ સોસાયટી બહુચર માતાના મંદિર પાસેથી સાયકલ લઈને જતા સમયે અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા નસરૂદ્દીન નિઝામુદ્દીન (૨૫) મૂળ રહે.લક્ષ્મીપુર કુર્મીપટ્ટી ભૂમિહારપટ્ટી કુશીનગર ઉત્તરપ્રદેશ હાલ રહે.વજેપર જેલ ચોક સામે મોરબીને ઇજાગ્રસ્ત હાલતમાં આયુષ હોસ્પિટલે લવાયો હતો






Latest News