ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ મોરબી જિલ્લાના ઘુડખર અભ્યારણમાં નીલગાયની પજવણી કરીને શિકાર મામલે એક આરોપીની ધરપકડ, અન્યની શોધખોળ મોરબીના ગાળા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત, મકનસર પાસે ટ્રેક્ટર પાછળ બાઈક અથડાતા ઇજા પામેલા યુવાનનું મોત સાચી શ્રધ્ધાંજલી: મોરબી સિરામિક એસો.ના પૂર્વ પ્રમુખ સ્વ. નરભેરામભાઈ સરડવાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન 
Breaking news
Morbi Today

ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી


SHARE























ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી

દેશના સરહદીય કચ્છ જિલ્લાના ખાવડા ગામે દિવાળીના પાવન પર્વ નિમિત્તે કચ્છ લોકસભાના સાંસદ વિનોદભાઈ ચાવડાએ કોલી સમાજના લોકો સાથે આત્મીય મુલાકાત કરી દિવાળીની ખુશીઓ વહેંચી હતી. આ પ્રસંગે સાંસદએ સમાજના વડીલોને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા તેમજ સમાજના સર્વે લોકોને મીઠાઈનું વિતરણ કરી દિવાળીના પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સમાજના લોકો સાથે હળવાશભર્યો સંવાદ કરી દિવાળીના પર્વની ખુશીઓમાં સહભાગી બની સામાજિક એકતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ મંત્રી રાજેશભાઈ પલણ, હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષભાઈ બારોટ, મોહનભાઈ ચાવડા, વિરમભાઈ આહીર, નરેશભાઈ મહેશ્વરી, ખાવડા ગામના સરપંચ જેસંગભાઈ કોલી, પી.આઈ. ચાવડા સાહેબ સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.










Latest News