વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 19 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું


SHARE





















મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા યુવાન પાસેથી એક શખ્સે 5000 રૂપિયા ઉછીના માંગ્યા હતા ત્યારે યુવાને પૈસા આપવાની ના પાડતા તેને મોઢા ઉપર ઢીકાપાટુનો માર માર્યો હતો અને જડબાના ભાગે ફેક્ચર જેવી ઇજા કરી હતી તેમજ યુવાન અને તેના માતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યારબાદ તેની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના મહેન્દ્રનગર ગામે સ્મશાનની પાછળના ભાગમાં રહેતા મીતાબેન અજીતભાઈ હળવદિયા (60)એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અમિતભાઈ ભરતભાઈ હળવદિયા રહે. મહેન્દ્રનગર સ્મશાન પાછળ મંદિરની બાજુમાં મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે આરોપીએ ફરિયાદીના દીકરા સંજય પાસેથી ઉછીના 5,000 રૂપિયા માંગ્યા હતા જે ફરિયાદીના દીકરાએ આપવાની ના પાડતા આ બાબતનો ખાર રાખીને ફરિયાદીના દીકરા સંજયને મોઢા ઉપર ઢીકાપાટુનો માર માર્યો હતો અને ડાબા જડબાના ભાગે ફેક્ચર જેવી ઈજા કરી હતી તેમજ ફરિયાદી અને તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી કરીને ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે હાલમાં પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે










Latest News