ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો
અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ
SHARE
અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ
સામાન્ય રીતે સ્મશાનમાં રાત્રિના સમયગાળા દરમિયાન લોકોની અવરજવર ઓછી રહેતી હોય છે અને તેમાં પણ ખાસ કરીને કાળી ચૌદસની રાતે લોકો સ્મશાનમાં જવાનું ટાળતા હોય છે પરંતુ મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ માધાપર વાડી સોનાપુરી સ્મશાન ગૃહ ખાતે તેના સંસ્થાના પ્રમુખ હર્ષદભાઈ કંઝારીયા તરફથી ભજીયા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં સંસ્થાના તમામ ટ્રસ્ટીઓ તેમજ તેઓના મિત્ર મંડળ સહિતના સર્વેને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો કાળી ચૌદસની રાતે મોરબીમાં પંચાસર રોડ ઉપર આવેલ માધાપર વાળી સોનાપુરી સ્મશાન ગૃહ ખાતે આવ્યા હતા ને ત્યાં રાત્રિના સમયે ભજીયા બનાવીને લોકોએ ત્યાં જ બેસીને ભજીયાનો નાસ્તો કર્યો હતો આમ લોકોના મનમાં ઘર કરી ગયેલી અંધશ્રદ્ધાને દૂર કરવા માટે થઈને સંસ્થા દ્વારા આ પ્રકારનું કાર્ય કરવામાં આવ્યું હતું તેવી માહિતી સંસ્થાના પ્રમુખ હર્ષદભાઈ કંઝારીયાએ આપી હતી