મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં મંજૂર વગર પતંગ-દોરાના સ્ટોલ ઊભા કરનાર સામે કરાશે કાર્યવાહી: મનપા


SHARE











મોરબીમાં મંજૂર વગર પતંગ-દોરાના સ્ટોલ ઊભા કરનાર સામે કરાશે કાર્યવાહી: મનપા

આગામી મકરસંક્રાતિને ધ્યાને રાખીને મોરબીમાં પતંગ, દોરા તેમજ અન્ય વસ્તુઓના વેચાણ માટે જુદાજુદા વિસ્તારમાં સ્ટોલ ઊભા કરવામાં આવે છે ત્યારે મહાપાલિકા દ્વારા નક્કી કરેલ સ્થળોએ સ્ટોલ લગાવવાની મંજૂરી આપવામાં આવશે. અને ત્યાં સ્ટોલ લગાવતા પહેલા મહાપાલિકામાં અરજદારે અરજી કરવાની રહેશે.

મોરબી મહાપાલિકામાં જે અરજી કરવાની છે તેમાં અરજદારે પોતાનું ઓળખ પત્ર, વ્યવસાય માટેના જરૂરી લાયસન્સ, સ્ટોલ લગાવવા માટેની જગ્યા અને ઉપયોગ માટેની વિગતો અરજી સાથે આપવાની રહેશે અને તે અરજીની ચકાસણી કર્યા બાદ મહાપાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી કરીને મંજૂરી આપવામાં આવશે. અને મંજૂર થયેલી અરજી માટે નક્કી કરેલ ફી અરજદારે મહાપાલિકામાં ભરવાની રહેશે. આ ઉપરાંત મંજૂરીની નકલ મંજૂર થયેલ જગ્યાએ પણ રાખવાની રહેશે. અને સ્ટોલ માટે અરજદાર તા. 13 જાન્યુઆરી સુધી મહાપાલિકામાં અરજી કરી શકશે. અને મોરબીમાં મહાપાલિકાની મંજૂરી વગર કોઈપણ સ્થળે સ્ટોલ ઊભા કરવામાં આવશે તો તેની સામે મહપાલિકાની ટિમ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. તેવું અધિકારી જણાવ્યુ છે.






Latest News