મોરબીમાં કચરમાંથી ગેસ બનાવવા 13 એકર જમીન ઉપર 146 કરોડના ખર્ચે બનશે આધુનિક પ્લાન્ટ: જયંતિભાઈ પડસુંબિયા મોરબીમાં જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૦ દર્દીઓએ લાભ લીધો ટંકારાના લજાઈ નજીક રોડ ક્રોસ કરતાં યુવાનને કાર ચાલકે હડફેટે લેતા માથામાં હેમરેજ તું મને ક્યાંય ભેગો થતો નહીં નહિતર તને જાનથી મારી નાખીશ: ટંકારામાં યુવાનને એક શખ્સે આપી ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 2 શખ્સ પકડાયા મોરબીના બેલા ગામ પાસે કારખાનામાં ટેબલ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ 4 વર્ષની બાળકીનું સારવારમાં મોત અમદાવાદના યુવાને ધંધામાં આર્થિક સંકળામણ આવતા હળવદ નજીક કેનાલમાં ઝંપલાવીને કર્યો આપઘાત   મોરબીના રવાપર ગામે રહેતા યુવાનનું કેન્સરની બીમારી સબબ મોત
Breaking news
Morbi Today

મોરબીના યુવાનો માટે ફ્રિ ફિટનેસ ટ્રેનિંગ કેમ્પ લશ્કરી, અર્ધલશ્કરી તથા લોકરક્ષક દળ (પોલીસ) ભરતી માટે સશક્ત તૈયારી


SHARE









મોરબીના યુવાનો માટે ફ્રિ ફિટનેસ ટ્રેનિંગ કેમ્પ લશ્કરી, અર્ધલશ્કરી તથા લોકરક્ષક દળ (પોલીસ) ભરતી માટે સશક્ત તૈયારી

મોરબી જિલ્લાના યુવાનો અને યુવતીઓ માટે લશ્કરી, અર્ધલશ્કરી તેમજ લોકરક્ષક દળ (પોલીસ)માં જોડાવાની એક મહત્વપૂર્ણ અને સુવર્ણ તક યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. આગામી સમયમાં સરકાર દ્વારા આવનારી વિવિધ ભરતીને ધ્યાનમાં રાખીને, મોરબીનું યુવાધન ફિટનેસના અભાવે પાછળ ન રહી જાય એ હેતુથી ફ્રિ ફિટનેસ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ ટ્રેનિંગ કેમ્પનો ઉદ્દેશ માત્ર ભરતીની તૈયારી પૂરતો સીમિત નથી, પરંતુ યુવાનોમાં શિસ્ત, આત્મવિશ્વાસ, દેશપ્રેમ અને મજબૂત જીવનદૃષ્ટિ વિકસાવવાનો છે.ઘણી વખત યુવાનોમાં જુસ્સો અને ક્ષમતા હોવા છતાં યોગ્ય માર્ગદર્શન અને ફિઝિકલ ફિટનેસના અભાવે તેઓ પસંદગીથી વંચિત રહી જાય છે.આ સ્થિતિ બદલવા માટે યંગ ઈન્ડિયા ગ્રુપ સતત પ્રયાસશીલ છે.કેમ્પમાં વર્ષોના અનુભવી અને નિષ્ણાત કોચ દ્વારા રનિંગની યોગ્ય પદ્ધતિ, સ્ટેમિના વધારવાની રીત, યોગ્ય ડાયેટ, તેમજ શારીરિક અને માનસિક ફિટનેસ અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે.અગાઉ યોજાયેલા આવા ટ્રેનિંગ કેમ્પમાંથી અંદાજે 40 જેટલા યુવાનો વિવિધ ભરતીમાં સફળ થયા છે, જે મોરબી માટે ગૌરવની બાબત છે.

યંગ ઈન્ડિયા ગ્રુપના દેવેન રબારીએ જણાવ્યું હતું કે, “લશ્કરી કે પોલીસ દળમાં જોડાવું એ ફક્ત નોકરી નહીં, પરંતુ દેશસેવાની પ્રતિજ્ઞા છે.યુવાનો આજે જો પોતાની ફિટનેસ અને શિસ્ત પર મહેનત કરશે, તો આવતીકાલે તેઓ દેશ અને સમાજ માટે ગૌરવ બનશે.આ ટ્રેનિંગ કેમ્પ યુવાનોના સપનાઓને દિશા આપવાનો પ્રયાસ છે.”આ ટ્રેનિંગ કેમ્પમાં જોડાવા ઇચ્છુક તમામ સમાજના યુવાનો અને યુવતીઓને પોતાનું પૂરું નામ, સરનામું અને કઈ ભરતી માટે તૈયારી કરવી છે તેની વિગત તારીખ 22-12 સુધીમાં વોટ્સએપ દ્વારા મોકલવાની રહેશે તથા આપેલી તમામ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.ભાઈઓ માટે દિલીપ દલસાણીયા મો.80008 27577 અને બહેનો માટે કાજલબેન ચંડીભમરમો.98254 88733 અથવા અલકાબેન દવે મો.89058 77190 એનઓ સંપર્ક કરવા જાણવાયેલ છે.

રજીસ્ટ્રેશન માટેની લિંક : https://docs.google.com/forms/d/e/1FAIpQLSfLybap7hXhXAcupx9tJkD7GsB8yNev0jYJ-ex6aXttDJL4kw/viewform?usp=publish-editor




Latest News