માળીયા (મી) તાલુકાના વવાણીયા અને ભાવપરમાં જુગારની બે રેડમાં 11 શખ્સો ઝડપાયા મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીમાં બાર એસોસિએશન સાથે બેઠક યોજતા કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયા,ગુજરાત ગેસ કચેરીની પણ મુલાકાત લીધી ; જિલ્લા પ્રભારી મંત્રી ત્રિકમ છાંગાની પ્રેરક ઉપસ્થિતિ


SHARE







મોરબીમાં બાર એસોસિએશન સાથે બેઠક યોજતા કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયા,ગુજરાત ગેસ કચેરીની પણ મુલાકાત લીધી ; જિલ્લા પ્રભારી મંત્રી ત્રિકમ છાંગાની પ્રેરક ઉપસ્થિતિ

મોરબીમાં કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમકલ્સ, વૈજ્ઞાનિક અને સંસદીય બાબતો રાજ્યમંત્રી કૌશિક વેકરિયા મોરબી જિલ્લાની મુલાકાતે છે.તેમણે મોરબી કલેકટર કચેરી ખાતે જિલ્લા બાર એસોસિએશનના પદાધિકારી સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મોરબી પ્રભારી તથા ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગા પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.મંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્ર ભુપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં તમામ નાગરિકોને જરૂરી તમામ સુવિધાઓ મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. મંત્રીએ તમામ પ્રશ્નોને અને ખૂટતી કડીઓને પરિપૂર્ણ કરવા કટિબદ્ધતા દર્શાવી હતી.મોરબી પ્રભારી મંત્રી ત્રિકમ છાંગાએ જણાવ્યું હતું કે જિલ્લાના કાયદા નિષ્ણાતોના પ્રશ્નો સાંભળવા સરકારના પ્રતિનિધિ તરીકે કાયદા મંત્રીશ્રી જિલ્લામાં આવે તે ખૂબ જ મહત્વની બાબત છે. સમાજને કાયદાકીય નેતૃત્વ પૂરું પાડવામાં તેમજ તેમની સામાજિક ઉન્નતી માટે વકીલો ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું.મોરબી બાર એસોસિએશન સાથેની બેઠકમાં એસોસિએશનના પદાધિકારીઓ દ્વારા જિલ્લામાં નિર્મળા દિનની કામગીરીમાં ઝડપ લાવવા તથા તેના પ્લાનિંગમાં અમુક સુધારા કરવા, મોરબીમાં ગ્રાહક સુરક્ષા કોર્ટ ફરી શરૂ કરવા તથા સિરામિક ઉદ્યોગને ધ્યાનમાં રાખીને મોરબીમાં નેગોસીએબલ કોર્ટ શરૂ કરવા રજૂઆત કરવામાં આવી હતી.

મંત્રી કૌશિક વેકરીયાએ મોરબી જિલ્લામાં ગુજરાત ગેસ કચેરીની પણ મુલાકાત લીધી હતી.જ્યાં તેમણે કચેરીના પરિસરની મુલાકાત લઇ તેના કર્મચારીઓ સાથે સંવાદ સાધ્યો હતો.કંટ્રોલ રૂમ સહિતની મુલાકાત લઇ કંપનીના વહીવટી માળખા તેમના ધ્યેય કામગીરી તથા પર્યાવરણ જાળવણી માટે કયા પગલાં લેવામાં આવે છે સહિતની બાબતો અંગે માહિતી મેળવી હતી. મંત્રીએ કચેરીના પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.આ દરમિયાન મંત્રી સાથે કાયદા સચિવ ઉપેન્દ્ર ભટ્ટ, અધિક નિવાસી કલેકટર એસ.જે. ખાચર, મોરબી આસિસ્ટન્ટ ચેરિટી કમિશ્નર પૃથ્વીરાજસિંહ જાડેજા, મોરબી બાર એસોસિએશનના પ્રમુખ સહિત પદાધિકારીઓ, ગુજરાત ગેસના સર્કલ હેડ ડો. કમલેશ કણજારીયા અને અધિકારીઓ/કર્મચારીઓ તથા અગ્રણી જયંતીભાઈ રાજકોટિયા અને નરેન્દ્રસિંહ ઝાલા, સાગરભાઈ સદાતિયા સહિત ઉપસ્થિત રહ્યા હતા.






Latest News