બેગલેસ ડે તાલીમ અંતર્ગત શિક્ષકોને માળીયા (મી) તાલુકાના ગુલાબડી રણમાં લઈ જવાયા
મોરબીના પંચાસર રોડથી શનાળા રોડ જવાના માર્ગની બંને બાજુએ કરવામાં આવેલ ગેરકાયદે દુકાનો સહિતના દબાણોનો સફાયો
SHARE
મોરબીના પંચાસર રોડથી શનાળા રોડ જવાના માર્ગની બંને બાજુએ કરવામાં આવેલ ગેરકાયદે દુકાનો સહિતના દબાણોનો સફાયો
મોરબીના પંચાસર રોડ ઉપરથી સીધા સનાળા રોડ ઉપર નીકળી શકાય તેવો નાની કેનાલ રોડ છે ત્યાં રોડની બંને સાઈડે કરવામાં આવેલા નાના-મોટા કાચા પાકા દબાણો તોડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે
મોરબી મહાપાલિકા દ્વારા દર બુધવારે કોઈને કોઈ વિસ્તારમાં રોડ સાઈડના દબાણો તોડવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે તેવી જ રીતે આજે મોરબીમાં પંચાસર રોડ ઉપર આવેલ રાજનગર પાસેથી સીધા સનાળા રોડ ઉપર જે નાની કેનાલના રસ્તા ઉપર થી પસાર થઈ શકાય છે તે રસ્તા ઉપર કરવામાં આવેલા નાના-મોટા કાચા પાકા દબાણો તોડવું પાડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને બે જેસીબીની મદદથી શોપિંગ સેન્ટરમાં ગેરકાયદે બનાવવામાં આવેલ ત્રણ દુકાનો તથા સીડીનો વિભાગ, અન્ય બે મકાનોની કમ્પાઉન્ડ વોલ સહિતનું જે ગેરકાયદેસર બાંધકામ હતું તે સહિતના દબાણોને તોડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે હાલમાં મોરબી મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોની પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે રોડની 18 મીટરના વિસ્તારમાં આવતા ગેરકાયદેસર દબાણો તોડવા માટેની કામગીરી ચાલુ કરવામાં આવી છે જેમાં શોપિંગ સેન્ટરમાં બનાવેલ ત્રણ દુકાન તથા સીડીનો ભાગ અને બે મકાનની કમ્પાઉન્ડ વોલ સહિતનું જે ગેરકાયદે બાંધકામ છે તે તોડવા માટેની કામગીરી હાથ ધરાય છે અને પંચાસર રોડ ઉપરથી સીધા સનાળા રોડ તરફ જઈ શકાય તે માટે જે નવો રસ્તો 2.2 કિલો મીટરનો બની રહ્યો છે તે રસ્તાની સાઈડના દબાણો તોડવા માટેની આજે કામગીરી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીએ છે કે આ રસ્તો કાર્યરત થઈ જાય ત્યારબાદ પંચાસર રોડથી સનાળા રોડ તરફ જવા આવવા માટે સોસાયટી અને શહેરી વિસ્તારમાં રહેતા લોકોને બાયપાસ રોડ ઉપર જવાની જરૂર નહીં પડે ટેવુબકહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.