મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પતિની નશાની લત છોડાવવા માટે ભુવા પાસે ગયેલ મહિલા સાથે દુષ્કર્મ, પોલીસે આરોપીને કર્યો જેલ હવાલે


SHARE









મોરબીમાં પતિની નશાની લત છોડાવવા માટે ભુવા પાસે ગયેલ મહિલા સાથે દુષ્કર્મ, પોલીસે આરોપીને કર્યો જેલ હવાલે

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારના એક વ્યક્તિને નશાની કુટેવ હોય અને તે નશાની કુટેવ છોડાવવા માટે તેમના પત્ની પરિચિત એવા ભુવાને ત્યાં ગયા હતા.દરમ્યાનમાં તે ભુવા દ્વારા તે મહિલાને ભોળવીને તેણીની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.જે અંગે ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને જામનગર ખાતેથી પકડી પાડ્યો હતો.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા મહિલા પોતાના પતિને દારૂની કુટેવ હોય તે કુટેવને છોડાવવા માટે તેમના પરિચિત એવા ભુવાને મળ્યા હતા અને બાદમાં તે ભુવાએ તે મહિલાને ભ્રમિત કરીને મોટર સાયકલમાં બેસાડીને તે મહિલાને લાલપર અને બાદમાં ચોટીલા લઈ ગયેલ.અને ત્યાં કેફીપીણું પીવડાવ્યા બાદ બોમ્બે અને ત્યાંથી ટ્રેન મારફત બેંગ્લોર લઈ ગયો હોવાની અને પોતાની સાથે રાખ્યા હોવાની પોલીસમાં કેફિયત વર્ણવી હતી.તે બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.જેની તપાસ દરમિયાન રીક્ષા ચલાવતા અને ભુવા તરીકે કામકાજ કરતા મૂળ મોરબીના રહેવાસી અને હાલ જામનગરની ભોળેશ્વર સોસાયટીમાં રહેતા દિનેશભાઇ શાંતિલાલ પરમાર કોળી નામના ૩૫ વર્ષના શખ્સને પકડ્યો હતો અને હાલ તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે.તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.

બાળક સારવારમાં
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા પરિવારનો ઈમરાન નુરમહંમદભાઈ જેડા નામનો સાત વર્ષનો બાળક વીસી હાઈસ્કૂલ નજીક રિક્ષામાંથી પડી ગયો હોય સારવાર માટે ખસેડાયો હતો.તે રીતે જ મોરબીના દરબારગઢ વિસ્તારમાં રહેતા પરિવારના સંદીપ ભાવેશભાઈ કક્કડ નામના ૧૫ વર્ષના તરૂણને વીસી હાઇસ્કુલ ખાતે છોકરા-છોકરા વચ્ચે થયેલ બોલાચાલી બાદ મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે સારવાર માટે ખસેડાયો હતો.તેમજ મોરબીના મકનસર ગામે રહેતા મુક્તાબેન ખીમજીભાઈ વાડોલીયા નામના ૮૨ વર્ષના વૃદ્ધા બાઇકની પાછળ બેસીને જતા હતા ત્યારે મોરબી રવાપર રોડ સોમનાથ સોસાયટી પાસે તેઓ બાઈકમાંથી પડી ગયા હોય ઇજા પામતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા.

યુવાન સારવારમાં

વાંકાનેરના ભીમગુડા ગામનો અક્ષય ભરતભાઈ વીંજુવાડીયા નામનો ૨૨ વર્ષનો યુવાન રાત્રીના સમયે સરતાનપર બાજુથી પોતાના ગામ ભીમગુડા તરફ જતો હતો ત્યારે વાંકાનેરના વીરપર નજીક તેનું બાઈક સ્લીપ થતા ઈજા પામ્યો હોય સારવાર મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે હળવદના ઘનશ્યામપુર ગામનો સતીષ સવજીભાઈ નકુમ નામનો ૧૫ વર્ષનો બાળક મોટરસાયકલમાં બેસીને જતો હતો ત્યારે ગામની નજીક બાઇક ઢોરની સાથે અથડાતા ઇજા પામ્યો હોય તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.જ્યારે ઢુવા ચોકડીથી લાકડધાર જતા રસ્તે ચાલુ ટ્રેક્ટરની ટ્રોલીમાંથી નીચે પડી જતા પ્રતાપભાઇ ભુદરભાઈ બારીયા (૪૫) રહે. સરતાનપર ચોકડી વાંકાનેરને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની સિવિલે સારવાર માટે ખસેડાયો હતો.






Latest News