મોરબીમાં શ્રદ્ધા પાર્ક, ન્યુ કુબેર, કૃષ્ણનગર, મારુતિપાર્ક સોસયટીનો મુખ્ય રસ્તો ચાલુ કરીને પહોળો બનાવવા કરાઇ રજૂઆત મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિદ્યાર્થીની લોકગીત સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ નંબરે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે ફિનાઇલ પીવાનો મામલો: પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ લઇને તપાસ શરૂ કરી મોરબીમાં ટ્રાફિકથી ધમધમતા જુદાજુદા ત્રણ માર્ગ ઉપર ભારે વાહનોને પ્રવેશબંધી મોરબીમાં જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લા કક્ષાનો ૨૬ જાન્યુઆરીનો કાર્યક્રમ  ટંકારામાં યોજાશે મોરબીમાં કેન્દ્ર સરકારની વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવા માટે મંત્રી ત્રિકમ છાંગાની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ મોરબીના જલારામ મંદિરે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૩૬૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

હળવદના ઘનશ્યામપુર ગામની સીમમાં વાડીની ઓરડીમાંથી 65 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ


SHARE











હળવદના ઘનશ્યામપુર ગામની સીમમાં વાડીની ઓરડીમાંથી 65 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ

હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામની સીમમાં વાડીની ઓરડીમાં રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની નાની 65 બોટલ મળી આવતા પોલીસે 9,425 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જોકે, રેડ કરી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામની સીમમાં કુલદીપ લીબોલાના કબજા વાળી વાડીની ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર વાડીની ઓરડીમાંથી દારૂની નાની 65 બોટલ મળી આવતા 9425 ની કિંમતનો દારૂનો જથ્થો પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને પોલીસે જ્યારે દારૂની રેડ કરી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કુલદીપ જલુભાઈ લીબોલા રહે. ઘનશ્યામપુર તાલુકો હળવદ વાળા સામે ગુનો નોંધીને પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બાઈક સ્લીપ

મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન સામે વિદ્યાનગરમાં રહેતા સરવૈયા લક્ષ્મણભાઈ જાદવજીભાઈ (47) નામનો યુવાન બાઇક લઈને જઈ રહ્યો હતો દરમિયાન રફાળેશ્વર રોડ ઉપર ફાટક પાસે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મારામારીમાં ઇજા

હળવદ તાલુકાના માથક ગામે રહેતા નિખિલ રાજુભાઈ ગોહિલ (19) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News