ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

યુદ્ધની અસર: મોરબીની પેપર મિલોમાં વપરાતા કોલસાના ભાવમાં વધારો, વેસ્ટ પેપરની આવક બંધ, ઉદ્યોગ ઑક્સીજન ઉપર આવી ગયો


SHARE













યુદ્ધની અસર: મોરબીની પેપર મિલોમાં વપરાતા કોલસાના ભાવમાં વધારો, વેસ્ટ પેપરની આવક બંધ, ઉદ્યોગ ઑક્સીજન ઉપર આવી ગયો

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની અસર હવે મોરબીના પેપરમીલ ઉદ્યોગને થવા લાગી છે અને વેસ્ટ પેપરનો જથ્થો જે ઈમ્પોર્ટ કરવામાં આવતો હોય છે તેના જહાજ આવવાનું બંધ થઈ ગયું છે તથા ઇંધણ તરીકે જે કોલસાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તેના ભાવમાં પણ તોતિંગ વધારો કરવામાં આવ્યો હોવાથી પેપર મિલોને પણ અંદાજે 8 થી 10 દિવસમાં બંધ કરવી પડે તેવી શક્યતા સેવાઇ રહી છે

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તેની અસરથી વિશ્વ કક્ષાનો મોરબીનો સિરામિક ઉદ્યોગ ગેસ ન મળવાના લીધે બંધ થશે તે નિશ્ચિત છે. ત્યારે મોરબીના પેપર મિલ ઉદ્યોગમાં પણ હવે ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર હવે દેખાવા લાગી છે મોરબીની પેપર મિલમાં માલના ઉત્પાદન માટે મોટાભાગે ઇમ્પોર્ટ કરેલ પેપર વેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે જો કેયુધ્ધના લીધે વેસ્ટ પેપરમાં જહાજ (વેસલ) આવતા બંધ થઈ ગયા છે અને અત્યાર સુધી વેસ્ટ પેપરનું જે કન્ટેનર 3600 ડોલરના ભાવથી મળતું હતું તે હવેથી 5600 આપીને મેળવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. અને મોરબીની પેપર મિલોમાં તૈયાર થતો માલ મોટાભાગે મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતો હોય છે પરંતુ સિરામિક ઉદ્યોગ બંધ થવાના કારણે પેપરમીલ ઉદ્યોગને પણના છૂટકે બંધ કરવો પડે તેવી શક્યતા છે મોરબી પેપર મિલ એસો.ના પ્રમુખ શૈલેષભાઈ પટેલે જણાવ્યું છે.

મોરબીની આસપાસના વિસ્તારમાં 75 જેટલી પેપરમીલ આવેલ છે જેમાંથી હાલમાં 54 જેટલી પેપરમીલ ચાલુ છે અને તેમાં પેપરના ઉત્પાદન માટે બોઇલરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તે બોઇલરની અંદર ઇંધણ તરીકે કોલસાનો વપરાશ થાય છે જોકે, નવલખી પોર્ટ ઉપર આવતા ઈન્ડોનેશિયન કોલસાને પેપરમીલના બોઇલરમાં ઇંધણ તરીકે વાપરવામાં આવતો હોય છે પરંતુ દરિયાઈ માર્ગ બંધ થયો હોવાના કારણે કોલસાના ભાવમાં પણ વધારો થયો છે અત્યાર સુધી જે કોલસો પ્રતિ ટન 5500 થી 7000 ના ભાવે મળતો હતો તેના ભાવમાં વધારો થઈને 6500 થી 8000 રૂપિયા સુધીનો ભાવ થઈ ગયો છે અને હજુ પણ વિકટ પરિસ્થિતિ થાય અને કોલસાની આવક બંધ થાય તો ભાવમાં મોટો વધારો આવી શકે છે આટલું જ નહીં પરંતુ કોલસો ન મળે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો બોઇલર બંધ થાય અને તેના કારણે કારખાનાઓને વેસ્ટ પેપર હોય તો પણ બંધ કરવા પડે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે તેવી માહિતી પેપર મિલના માલિક બળદેવભાઈ પટેલ દ્વારા આપવામાં આવેલ છે.








Latest News