માળીયા (મી)ના વિશાલનગરથી સુલતાનપુર વચ્ચે ભેસ સાથે બાઇક અથડાતાં ઇજા પામેલા યુવાનનું મોત
SHARE
માળીયા (મી)ના વિશાલનગરથી સુલતાનપુર વચ્ચે ભેસ સાથે બાઇક અથડાતાં ઇજા પામેલા યુવાનનું મોત
માળીયા મિયાણાં તાલુકાના વિશાલનગરથી સુલતાનપુર ગામ તરફ જવાના રસ્તા ઉપર કોઝવે પાસેથી યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેનું બાઇક ભેંસ સાથે અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતુ જેથી આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ તાલુકાના મિયાણી ગામે રહેતો અજયભાઈ કરસનભાઈ ઝિંઝવાડીયા (25) નામનો યુવાન બાઈક નંબર જીજે 36 એઇ 0613 લઈને માળીયા મીયાણા તાલુકાના વિશાલનગરથી સુલતાનપુર ગામ તરફ જવાનો રસ્તા ઉપર આવેલ કોઝવે પાસેથી પસાર થઈ રહ્યો હતો દરમિયાન ભેંસ સાથે તેનું બાઇક અથડાયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાન રસ્તા ઉપર નીચે પટકાતા તેને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી અને ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા જોકે, સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈ ગોપાલભાઈ કરસનભાઈ ઝીંઝવાડીયા (26) રહે. મિયાણી તાલુકો હળવદ વાળાની ફરિયાદ લઈને માળિયા પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
મારામારીમા ઈજા
મોરબીના વીસીપરામાં ચાર ગોડાઉન નજીક રહેતા પરિવારના રેશ્માબેન સબીરભાઈ સંધવાણી (ઉમર ૨૩) ને મારામારીના બનાવમાં કમર અને પેટના ભાગે ઇજા થતા સારવાર માટે સિવિલે ખસેડાયા હતા.તે રીતે જ ત્યાં વીસીપરા ચાર ગોડાઉન પાસે રહેતા બસીર મોહમ્મદભાઈ સંધવાણી (૨૮) ને કોઈએ ઇંટ વડે માર મારતા તેમને પણ સારવાર માટે અત્રેની સિવિલે ખસેડાયો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે એલઇ કોલેજના સ્ટાફ ક્વાર્ટરમાં ઝેરી જનાવર કરડી જતા અહમદભાઈ કરીમભાઈ હિંગોળજા (૨૮) રહે.પીપળી તા.જી.મોરબી નામના યુવાનને સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.
બાળક રાજકોટ ખસેડાયો
મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર પાણીના ટાંકા પાસે રહેતા પરિવારનો વિકાસ બટુકભાઈ વઢીયાળા નામનો ૧૨ વર્ષનો બાળક બાઇકમાં પાછળના ભાગે બેસીને જતો હતો ત્યારે તેઓના બાઈકની આડે અચાનક આખલો આડો ઉતરતા બાઈક થાંભલા સાથે અથડાયું હતું જે બનાવમાં ઇજા પામેલા વિકાસ વઢીયાળાને અત્રે આયુષ હોસ્પિટલ ખસેડાયો હતો અને વધુ સારવાર માટે હાલ રાજકોટ લઈ જવાયો હોવાનું પોલીસે જણાવેલ છે.જ્યારે મોરબીના સામાકાંઠે માળીયા ફાટકે થયેલ મારામારીના બનાવમાં સાવનભાઈ વિસાભાઇ સોસીયા (૩૮) રહે.સરતાનપર તા.વાંકાનેરને ઇજા થઇ હોય સીવીલે સારવાર માટે લઇ જવાયો હતો અને બનાવને પગલે બી ડિવિઝન પોલીસે નોંધ કરીને તપાસ કરી હતી તેમ પોલીસ સૂત્રોએએ જણાવેલ છે.