માળીયા (મી)ના વિશાલનગરથી સુલતાનપુર વચ્ચે ભેસ સાથે બાઇક અથડાતાં ઇજા પામેલા યુવાનનું મોત
મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે બંધ ટ્રકની પાછળ બાઇક અથડાતાં યુવાનનું મોત
SHARE
મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે બંધ ટ્રકની પાછળ બાઇક અથડાતાં યુવાનનું મોત
મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ રેલવે ફાટક નજીક માળીયા જામનગર હાઇવે રોડ પરથી યુવાન બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો. દરમિયાન બંધ પડેલા ટ્રકની પાછળના ભાગમાં તેનું બાઈક અથડાતા યુવાને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના અણીયારી ગામે રહેતો હરેશભાઈ લાભુભાઈ ગણેશિયા (19) નામનો યુવાન માળિયા જામનગર હાઇવે રોડ ઉપર આવેલ પીપળીયા ચાર રસ્તા નજીક રેલવે ફાટક પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેનું બાઈક નંબર જીજે 36 ક્યૂ 9867 બંધ પડેલ ટ્રકની પાછળના ભાગમાં અથડાતા યુવાનને માથામાં અને શરીરે ઇજાઓ થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈ દીપકભાઈ લાભુભાઈ ગણેશિયા (25) રહે. અણીયારી વાળાની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
રાજકોટ ખસેડાયા
મોરબીના સામેકાંઠે મહેન્દ્રનગર ગામે હળવદ રોડ ઉપર આવેલ પ્રકૃતિ સોસાયટીમાં રહેતા હીરાભાઈ લધુભાઇ સદાતીયા નામના ૬૮ વર્ષના વૃદ્ધ તા.૨૨-૧૨ ના રાત્રીના ૮:૩૦ વાગ્યાના અરસામાં તેઓના ઘર નજીકથી પગપાળા જતા હતા ત્યારે અજાણ્યા બાઇક ચાલકે તેઓને ટક્કર મારતા શહેરના સામાકાંઠે આવેલ હોસ્પિટલ ખાતે અને બાદમાં આયુષ હોસ્પિટલએ લઇ જવાયા હતા અને બાદમાં બેભાન હાલતમાં તેઓને રાજકોટ લઈ જવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રમાંથી જાણવા મળેલ છે.હાલ બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઈ ચૌહાણ આ બાબતે આગળની તપાસ ચલાવી રહ્યા છે.
વૃદ્ધા સારવારમાં
મોરબીના છાત્રાલય રોડ ઉપર રહેતા અનસોયાબેન રતિલાલ વ્યાસ નામના ૮૨ વર્ષીય વૃદ્ધા પોતાના પૌત્રના બાઇકની પાછળ બેસીને જતા હતા ત્યારે રસ્તામાં પડી ગયા હોય સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.તેમજ મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે રહેતા લાલજીભાઈ કુંવરજીભાઈ શેરસિયા નામના ૭૨ વર્ષના વૃદ્ધ મોરબીના રવાપર રોડ નરસંગ ટેકરી મંદિર પાસેથી બાઈકમાં બેસીને જતા હતા તે દરમિયાન પડી ગયા હોય સારવાર માટે ખસેડાયા હતા.