મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીની આંગડિયા પેઢીના માલિક-સંચાલકે ભુજના માધાપર ગામે રહેતા ટ્રાન્સપોર્ટર સાથે કરી 46.90 લાખની ઠગાઈ


SHARE









મોરબીની આંગડિયા પેઢીના માલિક-સંચાલકે ભુજના માધાપર ગામે રહેતા ટ્રાન્સપોર્ટર સાથે કરી 46.90 લાખની ઠગાઈ

ભુજ તાલુકાના માધાપર ગામે રહેતા ટ્રાન્સપોર્ટર્સ સાથે મોરબીમાં આંગડિયા પેઢીનો વહીવટ સંભાળતા શખ્સ અને આંગડિયા પેઢી વાળાએ કુલ મળીને 46.90 લાખ રૂપિયાની ઠગાઈ અને વિશ્વાસઘાત કરેલ છે જેથી ભોગ બનેલ ટ્રાન્સપોર્ટ દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આંગડિયા પેઢીના સંચાલક સહિતનાઓની સામે ગુનો નોંધીને આરોપીપણે પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

ભુજ તાલુકાના માધાપર ગામે રહેતા અને માધવ ચેમ્બર્સમાં ઓફિસ ધરાવતા ટ્રાન્સપોર્ટર કલ્પેશભાઈ રમેશભાઈ ઠક્કર (36)એ હાલમાં દિલીપસિંહ કનુભાઈ ગોહિલ રહે. મુળ પંચાસર તાલુકો શંખેશ્વર જિલ્લો પાટણ, જગદીશભાઈ ઉર્ફે જગાભાઈ પટેલ (ડી બાબુલાલ આંગડિયા પેઢીના માલિક) રહે. મોરબી રોડ સેટેલાઈટ ચોક પુષ્કરધામ એવન્યુ ઉમિયા કૃપા રાજકોટ અને તપાસમાં જેના નામ ખુલે તેની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓને ટ્રાન્સપોર્ટના ભાડાના 24,96,850 રૂપિયા અલગ અલગ સમયે સાહેદ અમિતભાઈ મનસુખભાઈ ભટાસણા અને મહેશભાઈ ઘનશ્યામભાઈ હડિયલ રહે. મોરબી વાળા પાસેથી લેવાના હતા તે અને ફરિયાદીના કહેવાથી સાહેદ સુનિલભાઈ નરેન્દ્રભાઈ ઠક્કરના રૂપિયા 21,93,850 આમ કુલ મળીને 46,90,700 રૂપિયા મોરબીમાં આવેલ ધરતી ટાવરમાં ડી બાબુલાલ આંગડિયા પેઢીમાં છેલ્લા ઘણા સમયથી વહીવટ સંભાળતા દિલીપસિંહ ગોહિલને આપ્યા હતા અને આ આંગડિયા પેઢીનો વહીવટ તેઓને આરોપી જગદીશભાઈ પટેલે સંભાળવા માટે થઈને આપ્યો હતો જોકે, ફરીયાદી તથા સાહેદના રૂપિયાની દિલીપસિંહ ગોહિલ પાસે અવારનવાર ઉઘરાણી કરવા છતાં તેઓને રૂપિયા આપવામાં આવ્યા ન હતા જેથી આ બાબતે જગદીશભાઈ પટેલને જાણ કરતા તેઓએ ફરિયાદી અને સાહેદોને વિશ્વાસ આપીને તમારા રૂપિયા ગમે તે રીતે હું આપી દઈશ મારા અને મારી પેઢી ઉપર વિશ્વાસ રાખો તેવું કહ્યું હતું અને ત્યારબાદ હજુ સુધી ફરિયાદીને રૂપિયા આપવામાં આવેલ નથી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આંગડિયા પેઢીના સંચાલક અને તેના માલિક સહિતનાઓની સામે ઠગાઈ અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બાઈકની ચોરી

મોરબીમાં વોરા બાગ પાસે આવેલ ફ્લોરા હોમ્સ બ્લોક નંબર 55 માં રહેતા અશ્વિનભાઈ હરજીવનભાઈ સીતાપરા (44)એ હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, ફ્લોરા હોમ્સ પાસે આવેલ ક્રિષ્ના ઓટો ગેરેજ પાસે બાઈક નંબર જીજે 2 સીડી 8923 પાર્ક કરીને મૂક્યું હતું જે 20,000 રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News