મોરબીમાં બે મનોદિવ્યાંગ મહિલાઓ સાથે દુષ્કર્મના ગુનામાં પકડાયેલ બે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર
SHARE
મોરબીમાં બે મનોદિવ્યાંગ મહિલાઓ સાથે દુષ્કર્મના ગુનામાં પકડાયેલ બે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર
મોરબીમાં બે મનોદિવ્યાંગ મહિલાઓની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું જે બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે બે આરોપીને પકડીને મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બંને આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
મોરબીમાં આવેલ સંસ્થામાં રાખવામા આવેલ બે મનોદિવ્યાંગ મહિલા સાથે અજાણ્યા શખ્સો દ્વારા તા 7/1 ના રાત્રિના સમયે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જે બનાવની પોલીસ પાસેથી મળેલ માહિતી મુજબ બંને મહિલાને જે જગ્યા ઉપર રૂમમાં રાખવામાં આવે હતી તે રૂમની દીવાલમાં બાકોરું કરીને બે શખ્સો રૂમમાં ઘૂસી ગયા હતા. ત્યાર બાદ મનોદિવ્યાંગ બંને મહિલાઓની સાથે દુષ્કર્મ કર્યું હતું, આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.પટેલ તથા તેઓની ટીમે આરોપી ડાયાભાઈ ખાનાભાઈ ચૌહાણ (32) અને હરેશભાઈ જીવાભાઇ સોલંકી રહે, બંને મોરબી વાળાની ધરપકડ કરેલ હતી અને બંને આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેથી કોર્ટે બંને આરોપીના બે દિવસ એટ્લે કે સોમવાર સુધીમાં રિમાન્ડ મંજૂર કર્યા છે. જેથી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.