મોરબીમાં બે મનોદિવ્યાંગ મહિલાઓ સાથે દુષ્કર્મના ગુનામાં પકડાયેલ બે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર
ટંકારા પોલીસે દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સને પાસા હેઠળ પકડીને સુરત જેલ હવેલ કર્યો
SHARE
ટંકારા પોલીસે દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સને પાસા હેઠળ પકડીને સુરત જેલ હવેલ કર્યો
ટંકારા તાલુકા વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલા શખ્સ વિરુદ્ધ પાસા દરખાસ્ત મુકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવતા ટંકારા પોલીસની ટીમ દ્વારા જૂનાગઢમાં રહેતા શખ્સને પાસા હેઠળ ડીટેઇન કરીને સુરતની જેલ હવાલે કરેલ છે.
ટંકારા તાલુકા વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલવામાં આવી હતી અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા દરખાસ્તને મંજૂર કરવામાં આવતા દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપી અકીલભાઈ ફિરોજભાઈ સીડા (32) રહે. બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામે નરસિંહ સ્કૂલ વિસ્તાર જુનાગઢ વાળાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.એમ.છાસિયાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા તાત્કાલિક પકડીને સુરતની લાજપોર જેલ હવાલે કરેલ છે.