હળવદમાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ સુરતની જેલ હવાલે
મોરબીના વાવડી રોડ ઉપર પાડોશમાં રહેતો શખ્સ સગીરાનું અપહરણ કરી ગયો, પોલીસ તપાસ શરૂ
SHARE
મોરબીના વાવડી રોડ ઉપર પાડોશમાં રહેતો શખ્સ સગીરાનું અપહરણ કરી ગયો, પોલીસ તપાસ શરૂ
મોરબીના વાવડી રોડ ઉપર રહેતા પરિવારની સગીરાનું અપહરણ થયું હોય ભોગ બનનાર સગીરાની માતા દ્વારા ફરિયાદ કરવામાં આવેલ છે.હાલ મૂળ ઉત્તરપ્રદેશના ઇસમની સામે ગુનો નોંધીને સગીરાને શોધવા અને આરોપીને પકડવા માટે મોરબી એ ડિવિઝન પોલીસે તજવીજ શરૂ કરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સોસાયટી વિસ્તારમાં રહેતા પરિવારની ૧૫ વર્ષની દીકરીનું બાજુમાં પાડોશી તરીકે રહેતા ઈસમ દ્વારા અપહરણ કરી જવામાં આવ્યું હોવાનું હાલ સામે આવ્યું છે.જેમાં ભોગ બનનાર સગીરાની માતા દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સંદીપ ગોકરણભાઈ પાસવાન મૂળ રહે.નિરવા તા.જાનવા જી.બલરામપુર ઉત્તરપ્રદેશ હાલ રહે.વાવડી રોડ મોરબી સામે ફરિયાદ નોંધાવેલ છે.જેથી પોલીસે અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.જેની તપાસ એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ સી.એચ.સોંદરવા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.
વાહન અકસ્માતમાં ઇજા
માળીયા મીંયાણાના વાધરવાના કુંભારવાસ વિસ્તારમાં રહેતા હકાભાઇ શીવાભાઈ ધામેચા નામના ૪૯ વર્ષના આધેડ ગામના શિવમંદિર પાસેથી બાઈક લઈને જતા હતા.ત્યારે વાહન સ્લીપ થતા તેમને સારવાર માટે અત્રેની ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલે ખસેડાયા હતા.જ્યારે હળવદના રાતાભેર ગામે ગામના ઢાળ પાસે બાઇક સ્લીપ થવાના અકસ્માત બનાવમાં શામજીભાઈ બેચરભાઈ ખાવડીયા નામના ૭૫ વર્ષના વૃદ્ધને ઈજા થતાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.તેમજ માળિયાના ભગડીયા વાંઢ વિસ્તારમાં રહેતા પરિવારના આરીફ જેસંગભાઈ મોવર નામના ૧૫ વર્ષના સગીરને નવા અંજીસર પાસે બાઇકમાંથી પડી જતા ઈજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડાયો હતો.
રાજકોટ ખસેડાયો
મોરબી-વાંકાનેર હાઇવે માટેલ રોડ ઉપર પાડધરા ચોકડી પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ઈજા પામેલ પ્રવીણભાઈ જીવરાજભાઈ કારીયા (૬૫) રહે.છાંયા જી.પોરબંદરને સારવાર માટે અહીંની સિવિલે લાવવામાં આવ્યા હતા અહીં પ્રાથમિક સારવાર આપીને તેઓને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.જ્યારે ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતા રવિન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ નામનો ૨૦ વર્ષનો યુવાન ગામ પાસે આવેલ ડેમ નજીકથી બાઈક લઈને જતો હતો ત્યારે અન્ય બાઇક સાથે અથડાતા ઈજા પામતા તેને સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યો હતો.જયારે મોરબી તાલુકાના બરવાળા ગામે રહેતા દુર્ઘજીભાઈ લાલજીભાઈ દાવા (૫૫) ગામના ફાટક પાસેથી જતા હતા ત્યાં બાઇક ચાલાકે તેમને હડફેટ લેતા ઇજા પામતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
કાર-બાઇક અકસ્માત
હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ બાપાસીતારામ હોટલ પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત બનાવ બનેલ તેમાં વનરાજગીરી નરેન્દ્રગીરી ગોસાઈ (૩૨) રહે.કડીયાણા હળવદને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના રવાપર રોડ સાનિધ્ય પાર્ક વિસ્તારમાં રહેતા વનિતાબેન રમેશભાઈ બારૈયા નામના ૫૭ વર્ષના મહિલા પોતાના પતિની સાથે બાઈકમાં બેસીને જતા હતા ત્યારે ટંકારાના વાઘગઢ પાસે તેઓ બાઈકમાંથી પડી ગયા હોય ઇજા થતા સારવાર માટે લઈ જવાયો હતો.તેમજ મોરબીથી રાજકોટ જતા વખતે કાગદડી ગામના પાટીયા પાસે બાઇક સ્લીપ થઈ જતા રઇશ નજીરભાઈ ઠાસરીયા (૨૫) રહે.નાની રાવલ શેરી સુપર ટોકીઝ પાસે મોરબીને ઇજા થતા અત્રેની ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.અને મોરબીના શનાળા રોડ મોમ્સ હોટલ પાસે વાહન સ્લીપ થતા કેશવજીભાઈ લાધાભાઈ ડાભીને ઇજા થતા તેમને પણ ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.તેમ પોસીસે જણાવેલ છે.