મોરબી જિલ્લામાં વ્યક્તિગત પક્ષાપક્ષીનો ભોગ બની રહ્યા છે યોગ બોર્ડમાં જોડાનાર ટ્રેનરો મોરબી રોટરી ક્લબની ગવર્નર નિલેશભાઈ શાહએ લીધી મુલાકાત મોરબી ડો.બાબા સાહેબ આંબેડકર શાળાના શિક્ષકોએ માધાપરવાડી શાળાની મુલાકાત લીધી મોરબીમાં નવયુગ કોલેજના 400થી વધુ વિદ્યાર્થીઓનો થેલેસેમિયા ટેસ્ટ કરાયો મોરબીમાં દારૂ - બીયરની 45 બોટલ સાથે બે પકડાયા, શોધખોળ મોરબીના પીપળી ગામે રહેણાંક મકાનમાંથી દારૂ-બિયરની ૭૫ બોટલ મળી, આરોપીની શોધખોળ શરૂ મોરબીમાં તા.૨૦ ના પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન,નવરંગ નેચરલ કલબ દ્વારા કાલે ખેડુતહાટ યોજાશે મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની કાલે વવાણિયા ગામે કાર્યકર્તા શિબિર યોજાશે
Breaking news
Morbi Today

હળવદમાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ સુરતની જેલ હવાલે


SHARE





હળવદમાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ સુરતની જેલ હવાલે

હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સની પાસા દરખાસ્ત મુકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવતા હાલમાં પોલીસે આરોપીની પાસા હેઠળ ધરપકડ કરીને તેને સુરત લાજપોર જેલ હવાલે કરેલ છે

મોરબી જિલ્લાના વિસ્તારમાં દારૂ, મારામારી સહિતના ગુનાઓમાં અવારનવાર સંડોવાયેલ શખ્સની પાસા દરખાસ્ત મૂકીને તેને જેલ હવાલે કરવામાં આવતા હોય છે તેવામાં હળવદ તાલુકા વિસ્તારમાં ઈંગ્લીશ દારૂના વેચાણના ગુનામાં સંડોવાયેલ શખ્સ વિરુદ્ધ પાસા દરખાસ્ત મુકવામાં આવી હતી જેને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર કરીને વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું જેથી પોલીસે હાલમાં પાસા હેઠળ આરોપી પ્રવીણભાઈ લાખાભાઈ પગી (40) રહે. લાકડીયા પગીવાસ તાલુકો ભચાઉ વાળાની ધરપકડ કરીને તેને સુરતની લાજપોર જેલ હવાલે કરેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા મુકેશભાઈ રામજીભાઈ પાટડીયા (60) નામના વૃદ્ધ વાંકાનેર હાઈવે રોડ ઉપર આવેલ શક્તિ ચેમ્બર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક સાથે અકસ્માતના બનાવમાં તેઓને માથામાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

અકસ્માતમાં ઇજા

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ તુલસી પાર્ક શિવ પેટ્રોલ પંપ પાછળના ભાગમાં રહેતા બ્રિજેશભાઈ ગોહિલ બાઇક લઈને શબરી હોટલ સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે તેઓના બાઇકને હડફેટે લેતા હીર ગોહિલ (11)ને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.




Latest News