મોરબીના ભડીયાદ નજીક રેલવે ટ્રેક ઉપર ડેમુ ટ્રેન આડે પડતું મૂકીને વૃદ્ધે કર્યો આપઘાત
SHARE
મોરબીના ભડીયાદ નજીક રેલવે ટ્રેક ઉપર ડેમુ ટ્રેન આડે પડતું મૂકીને વૃદ્ધે કર્યો આપઘાત
મોરબીના ભડીયાદ રોડ ઉપર રેલવે ટ્રેક ઉપરથી પસાર થતી ડેમુ ટ્રેનની આડે વૃદ્ધે પડતું મૂક્યું હતું જેથી તેને શરીરે ગંભીર ઇજાઓ થઈ હોવાથી તે વૃદ્ધનું મોત નીપજ્યું હતું ત્યારબાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જોકે, વૃદ્ધે કયા કારણોસર અંતિમ પગલું ભર્યું તે દિશામાં પોલીસ આગળની તપાસ કરી રહી છે.
મોરબી નજીકના ભડીયાદ ગામે રહેતા કેશવજીભાઈ ઘેલાભાઈ અઘારા (70) એ ભડીયાદ ગામની સીમમાં પ્લેટીના સીરામીક કારખાના પાસેથી પસાર થતા રેલવે ટ્રેક ઉપરથી જઈ રહેલ ડેમુ ટ્રેનની આડે પડતું મૂક્યું હતું અને તેમાં તેઓને શરીરે ગંભીર ઇજા થવાના કારણે તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારબાદ મૃતક વૃદ્ધના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવ અંગેની મૃતકના ભાઈ થોભણભાઈ અઘારા રહે. રવાપર રોડ મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
માળીયાના જુના અંજીયાસર પાસેથી 400 લીટર આથો ઝડપાયો
માળીયા મીયાણા તાલુકાના જુના અંજિયાસર ગામે નદીના કાંઠે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 400 લીટર આથો મળી આવતા પોલીસે 10 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે, રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હતો જેથી હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નિઝામભાઈ ફતેહમામદભાઈ મોવર રહે. કાજરડા વાળા સામે ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરે છે