મોરબીના ભડીયાદ નજીક રેલવે ટ્રેક ઉપર ડેમુ ટ્રેન આડે પડતું મૂકીને વૃદ્ધે કર્યો આપઘાત
મોરબીમાં જુદી જુદી બે જગ્યા ઉપરથી દારૂની આઠ બોટલ સાથે બે શખ્સ ઝડપાયા
SHARE
મોરબીમાં જુદી જુદી બે જગ્યા ઉપરથી દારૂની આઠ બોટલ સાથે બે શખ્સ ઝડપાયા
મોરબીમાં ગેસ્ટ હાઉસ રોડ પાસે શક્તિ ચોક નજીકથી સાત બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો છે અને દારૂ આપનાર નું નામ સામે આવ્યું હોય બે શખ્સો સામે ગુનો નોંધાયો છે આવી જ રીતે પંચાસર રોડ પરથી દારૂની એક બોટલ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે
મોરબીમાં ગેસ્ટ હાઉસ રોડ ઉપર આવેલ શક્તિ ચોક પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની સાત બોટલ મળી આવતા પોલીસે 4872 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી રાજુભાઈ જાદવભાઈ સરાણીયા (32) રહે. આરટીઓ ઓફિસની બાજુમાં ઝૂંપડામાં જાંબુડીયા વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો તેણે ઈકબાલ જુસબભાઈ કટિયા રહે. મોરબી વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બંને શખ્સો સામે ગુનો નોંધાયો છે અને દારૂની બોટલો આપનાર શખ્સને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે જ્યારે મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ દરગાહ પાસેથી પસાર થયેલ શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે 979 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી મયુરભાઈ પ્રેમજીભાઈ વાઘેલા (21) રહે ઓમ પાર્ક લક્ષ્મીનગર માળિયા હાઇવે મોરબી વાળા ની ધરપકડ કરેલ છે અને તેની સામે પણ એ ડિવિઝનમાં ગુનો નોંધાયો છે