મોરબીમાં ટીબીના 125 દર્દીઓને પ્રોટીન યુક્ત પોષણ કીટ આપવામાં આવી વાંકાનેરના કોઠારીયા કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય હિમાંશુભાઈની બદલી થતા વિદાયમાન અપાયું મોરબી જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પોક્સો-સાયબર ક્રાઈમની જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો મોરબીમાં પતંગની દોરીથી 85 થી વધુ પક્ષી ઘાયલ: 10 જેટલા પક્ષીના મોત સારથી સેવા મોરબી અને રાજકોટ ટીમ દ્વારા મકરસંક્રાંતિએ ૧૫૦૦ પેકેટ લાડુંનું વિતરણ કરાયું ગૌસેવાના કામમાં દાતાઓ વરસી ગયા: મોરબી પાંજરાપોળને એક જ દિવસમાં મળ્યું 1.05 કરોડથી વધુનું દાન મકરસંક્રાંતિ નિમિતે મોરબીમાં PLHIV  લાભાર્થીઓને રાશન કીટ, ચિકી વિગેરેનું વિતરણ કરાયું મોરબી કલામંદિર સંગીત ક્લાસની વિદ્યાર્થીની પ્રદેશ કક્ષાએ લોકગીત સ્પર્ધામાં બીજા નંબરે વિજેતા
Breaking news
Morbi Today

વાંકાનેરના કોઠારીયા કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય હિમાંશુભાઈની બદલી થતા વિદાયમાન અપાયું


SHARE















વાંકાનેરના કોઠારીયા કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય હિમાંશુભાઈની બદલી થતા વિદાયમાન અપાયું

વાંકાનેરના કોઠારીયા ગામમાં છેલ્લા 28 વર્ષથી પોતાની શિક્ષણની સુવાસ ફેલાવતા આચાર્ય હિમાંશુભાઈ જેતપરિયાની બદલી થતાં વિદાયમાં કાર્યક્રમ યોજાયો હતો. કોઠારીયા ગામની બે પેઢીને શિક્ષિત કરી ઉચ્ચ કારકિર્દી સુધી પહોંચાડનર શિક્ષક દંપતિ હિમાંશુભાઈ જેતપરિયા અને દર્શનાબેન સરડવાને કોઠારીયા કુમાર શાળા, કોઠારીયા કન્યા શાળા તથા નવા કોઠારીયા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે વિદયા સમારોહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના પૂર્વ શિક્ષક દયારામ તથા ઝાલાભાઈ ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા કુમાર શાળાના આચાર્ય કિશોરભાઈ રોહડીયા, કન્યા શાળાના આચાર્ય રમેશભાઈ પડસુંબીયા, નવા કોઠારીયા પ્રાથમિક શાળાના આચાર્ય અનિમેષભાઈ દુબરીયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં ગ્રામજનો તેમજ સરપંચ આંબાભાઈ કોબિયા, ઉપસરપંચ ફારૂકભાઈ  કડીવાર, જિલ્લા સંઘના પ્રતિનિધિ દેવરાજભાઈ આલ, વાંકાનેર તાલુકા શાળા નંબર-૨ ના આચાર્ય બાબુલાલ તથા પારેખભાઇ તથા એસએમસીના સભ્યો શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે બાળકો અને શિક્ષકોમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. આ તકે હિમાંશુભાઇ દ્વારા ૧૧,૧૧૧ નું શાળાને અનુદાન આપેલ હતું.






Latest News