વાંકાનેરના કોઠારીયા કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય હિમાંશુભાઈની બદલી થતા વિદાયમાન અપાયું
મોરબીમાં ટીબીના 125 દર્દીઓને પ્રોટીન યુક્ત પોષણ કીટ આપવામાં આવી
SHARE
મોરબીમાં ટીબીના 125 દર્દીઓને પ્રોટીન યુક્ત પોષણ કીટ આપવામાં આવી
લાયન્સ ઇન્ટરનેશનલ હંગર વીક અંતર્ગત લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી હર હંમેશા પર્યાવરણ ,આરોગ્ય, જેમાં લોકોની સુખાકારી માટે અનેક વિધ સેવા સંકલ્પને જીવનમંત્ર બનાવી સેવાના કાર્યોમાં એક આગવી ઓળખ બનાવીને સેવા કરે છે ત્યારે ટીબી મુક્ત ભારત અભિયાનને સફળ કરવાના હેતુથી ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા 125 વ્યક્તિને પ્રોટીન યુક્ત પોષણ કીટ આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટમાં ખાસ રમેશભાઈ રૂપાલા, નિધિબેન મોઢવાડીયા, તુષારભાઈ દફતરી, ધીરુભાઈ આદ્રોજા, કેશુભાઈ દેત્રોજા હાજર રહ્યા હતા અને ટીબી મુક્ત ભારત ટીબી હરેગા ભારત જીતેગા અંતર્ગત ટીબીના પેશન્ટને પ્રેમ, પ્રોત્સાહિત અને માર્ગદર્શન પૂરું પાડેલ હતું આ પ્રોજેક્ટને સફળ બનાવવા લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના પ્રમુખ હરખજીભાઈ સુવારીયા અને તેની ટીમે જહેમત ઉઠાવી હતી.