હડાળા પાસે કારે 10 વર્ષના બાળકને હડફેટે લીધો, પિતાની નજર સામે રોડ ક્રોસ કરતાં પુત્રનું મોત
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીમાંથી ચંદ્રકાંતભાઈ વિરમગામા-હિતુભા રાઠોડ સસ્પેન્ડ
SHARE
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીમાંથી ચંદ્રકાંતભાઈ વિરમગામા-હિતુભા રાઠોડ સસ્પેન્ડ
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ તથા જિલ્લાના એક કાર્યકર્તા દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવામાં આવતી હતી જે જિલ્લા પ્રમુખના ધ્યાન ઉપર આવતા તે બંનેના લીધે પક્ષને બદનામી અને નુકસાની સહન કરવી પડે તેવી આશંકા હતી જેથી કરીને બંને હોદ્દેદારોને પક્ષમાંથી પક્ષ વિરોધી પ્રવૃત્તિઓને ધ્યાને રાખીને સસ્પેન્ડ કરેલ છે
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ મહાદેવભાઇ પટેલ અને મહામંત્રી પંકજભાઈએ જણાવ્યું હતું કે જિલ્લાની ટીમના ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ વિરમગામા તથા જિલ્લાની ટીમના કાર્યકર્તા હિતુભા રાઠોડ દ્વારા અવારનવાર પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે તેમજ જિલ્લાના હોદ્દેદારોમાં આંતરિક વિખવાદ કરી પોતાનું અલગ સંગઠન કરતા હોય તેવું જણાતું હતું અને પાર્ટીને નુકસાન થતું હોવાથી અને હોદ્દાનો દુરુપયોગ કરેલ હોય જેની બદનામી પક્ષને ભોગવી પડતી હોય છે જેથી કરીને આ બંને હોદ્દેદારોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે.
થોડા દિવસો પહેલા જિલ્લા કાર્યાલય પર હોદેદારોની યોજાયેલ મીટીંગની અંદર કાવતરા રૂપે તેમના મિત્રોને દારૂ પીવડાવી લાવેલ હોય અને તેમણે જિલ્લાના પ્રમુખ અને જિલ્લાના અન્ય હોદ્દેદારો સાથે માથાકૂટ કરી અભદ્ર અને અશિષ્ઠ ભાષાનો ઉપયોગ કર્યો હતો અને અવારનવાર જિલ્લા સંગઠનના નિયમોની વિરુદ્ધમાં કાર્યકર્તા હોય અને તેઓને આપેલ જવાબદારીમાંથી યોગ્ય કામ કરેલ નથી અને પોતે ટંકારા પડધરી વિધાનસભાની ચૂંટણી લડવાના છે તેની વાહિયાત વાતો કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.
જેની ફરિયાદ જિલ્લા કાર્યાલય સુધી અવારનવાર મળી હતી અને આ બંને વ્યક્તિને સમજાવી હતી તેમજ ચેતવણી આપી હતી છતાં પણ તાજેતરમાં મોરબી શહેર ભાજપની ઓફિસ પર પહોંચીને અંગત મીટીંગ કરી હતી અને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને કેવી રીતે નુકસાન પહોંચાડી શકાય તેવી પ્રવૃત્તિ કરેલ છે જેથી આ બંનેના વ્યક્તિના લીધે સંગઠનને બદનામી અને નુકસાની થવાની આશંકા હતી જેથી પક્ષ વિરોધી પ્રવૃતિને ધ્યાને રાખીને બંને વ્યક્તિને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે.