મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીમાંથી ચંદ્રકાંતભાઈ વિરમગામા-હિતુભા રાઠોડ સસ્પેન્ડ
માળીયા (મી)ના સંધવાણી વાસમાં પાણીની તૂટેલી લાઇન હવે રિપેર નહીં કરે તો આંદોલન
SHARE
માળીયા (મી)ના સંધવાણી વાસમાં પાણીની તૂટેલી લાઇન હવે રિપેર નહીં કરે તો આંદોલન
માળીયા મીયાણાના સંધવાણી વાસમાં એક મહિનાથી પાણીની પાઇપ લાઇન તૂટી ગયેલ છે જેથી કરીને પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. અને તંત્રની ઘોર બેદરકારીના લીધે લોકોમાં ભારે રોષની લાગણી છે અને જો હવે આગામી બેથી ત્રણ દિવસમાં રિપેરિંગ કામ કરવામાં નહીં આવતો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
માળીયા મીયાણા શહેરના સંધવાણી વાસ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી પીવાના પાણીની પાઈપલાઈન તૂટી ગયેલ હાલતમાં છે. આ બાબતે સ્થાનિક રહિશો દ્વારા નગરપાલિકામાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા અત્યાર સુધી કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. તેવી માહિતી માળીયા મીયાણાના સંધવાણી વાસ અસરફ હનીફ સંધવાણીએ આપેલ છે અને તેઓએ જણાવ્યુ છે કે, છેલ્લા એક મહિનાથી પીવાનું શુદ્ધ પાણી રસ્તા પર વહી રહ્યું છે. તો પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. અને તે વિસ્તારમાં સતત પાણી ભરાઈ રહેવાને કારણે કાદવ-કીચડનું સામ્રાજ્ય રહે છે, અને મચ્છરોનો ઉપદ્રવ થાય છે. જો કે, સ્થાનિક લોકોએ અનેકવાર નગરપાલિકામાં અરજી આપી છે, પરંતુ સત્તાધીશો જાણે ઘોર નિદ્રામાં હોય તેમ કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. જો આગામી બે થી ત્રણ દિવસમાં કામ કરવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા નગરપાલિકા કચેરીએ જઈને ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.