મોરબીમાં છેતરપીંડાના ગુન્હામાં પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ કાચબાના શિકારના કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો માળીયા (મી)ના સંધવાણી વાસમાં પાણીની તૂટેલી લાઇન હવે રિપેર નહીં કરે તો આંદોલન મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીમાંથી ચંદ્રકાંતભાઈ વિરમગામા-હિતુભા રાઠોડ સસ્પેન્ડ હડાળા પાસે કારે 10 વર્ષના બાળકને હડફેટે લીધો, પિતાની નજર સામે રોડ ક્રોસ કરતાં પુત્રનું મોત મોરબીમાંથી સગીરાનુ અપહરણ, આરોપી પકડીને કરાયો જેલ હવાલે મોરબીના ધરમપુર નજીક પુલની રેલિંગ તોડીને થાર ગાડી નદીમાં ખાબકી: ચાર વ્યક્તિ હેમખેમ મોરબીના મહેન્દ્રનગર ગામે સિવિલના દર્દીઓ માટે રક્તદાન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ કાચબાના શિકારના કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો


SHARE















મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ કાચબાના શિકારના કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો

મોરબીના પીપળી ગામ નજીક વર્ષ ૨૦૧૮ માં ૫ કાચબાનો શિકાર કરવામાં આવેલ હતો. જેનો ગુનો નોંધાયેલ હતો અને તે કેસ મોરબીની એડી. ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં બંને પક્ષની દલીલને ધ્યાને લઈને કોર્ટે બચાવ પક્ષના એડ્વોકેટની દલીલને ધ્યાને લઈને બંને આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.

આ કેસની ટુકમાં હકીકત એવી છે કે, ગત તા. ૨૨/૦૬/૨૦૧૮ ના રોજ પીપળી ગામ રેવન્યુ ખરાબા વિસ્તારમાં ૫ કાચબાનો શીકાર કરી તેનુ મોત નીપજાવી કાચબાના માસના ટુંકડા બનાવ સ્થળે રાખી ભાગી ગયા હતા અને જે અંગે રેન્જ ફોરેસ્ટ ઓફીસ મોરબીમાં ફરીયાદ કરવામાં આવી હતી અને તપાસ દરમ્યાન બે આરોપીને પકડવામાં આવ્યા હતા. જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં ફરીયાદ પક્ષ કેસની હકીકત મુજબ પંચોની હાજરીમાં આરોપીની અટક થયેલ હોય તેમજ પંચોની હાજરીમા કાચબાના મૃતદેહની દફન વીધી થયેલ છે તેવી હકકીત શંકારહીત પુરવાર કરી શકેલ નથી. અને પીપળી ગામેથી પશુનુ માંસ તથા અવશેષ મળી આવેલ છે તેવુ જણાઈ આવે છે પરંતુ તે પશુ કાચબો હોય અને તેનો શીકાર આરોપીએ કરેલ હોય તે હકીકત શંકારહિત પુરવાર થતી નથી. આમ બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ સુખદેવ રમેશભાઈ દેલવાણીયા દ્વારા કેસના સંજોગો તથા કાયદાકીય જોગવાઈઓના આધારે ધારદાર દલીલ કરી હતી જે દલીલના આધારે ઉપરોક્ત કેસમા કોર્ટે બચાવ પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખીને બંને આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે આ કેસમાં બંને આરોપીઓ તરફે મોરબી જીલ્લાના યુવા એડવોકેટ સુખદેવ રમેશભાઈ દેલવાણીયા રોકાયેલ હતા.






Latest News