મોરબીમાં છેતરપીંડાના ગુન્હામાં પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ કાચબાના શિકારના કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો માળીયા (મી)ના સંધવાણી વાસમાં પાણીની તૂટેલી લાઇન હવે રિપેર નહીં કરે તો આંદોલન મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીમાંથી ચંદ્રકાંતભાઈ વિરમગામા-હિતુભા રાઠોડ સસ્પેન્ડ હડાળા પાસે કારે 10 વર્ષના બાળકને હડફેટે લીધો, પિતાની નજર સામે રોડ ક્રોસ કરતાં પુત્રનું મોત મોરબીમાંથી સગીરાનુ અપહરણ, આરોપી પકડીને કરાયો જેલ હવાલે મોરબીના ધરમપુર નજીક પુલની રેલિંગ તોડીને થાર ગાડી નદીમાં ખાબકી: ચાર વ્યક્તિ હેમખેમ મોરબીના મહેન્દ્રનગર ગામે સિવિલના દર્દીઓ માટે રક્તદાન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં છેતરપીંડાના ગુન્હામાં પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો


SHARE















મોરબીમાં છેતરપીંડાના ગુન્હામાં પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો

મોરબીમાં છેતરપીંડાના ગુન્હામાં આરોપીનો જામીન ઉપર છુટકારો કરાયેલ છે. આ બનાવની ટુંકમાં વિગત એવી છે કે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આરોપી હેનીલ હીતેષભાઈ રાઠોડ રહે.પ્રશાંત શેરી, કરણપરા-૧૮, કેસરીવાડી, રાજકોટ સામે બીએનએસ ની કલમ ૩૧૬ (૨) (૫), ૩૧૮ (૪), ૩૩૬ (૩), ૩૪૦(૨), મુજબ ગુન્હો નોંધીને અટક કરીને નામદાર નીચેની અદાલતમાં રજુ કરેલ હતી ત્યારથી જયુડી. કસ્ટડીમાં જેલ હવાલે હોય સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી 

મોરબીના સીનીયર એડવોકેટ મનીષ પી.ઓઝા (ગોપાલ ઓઝા) મારફત આરોપીએ મોરબીના વિશેષ ન્યાયધીશ અને અધીક સત્ર ન્યાયધીશ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં રેગ્યુલર જામીન ઉપર મુક્ત થવા જામીન અરજી કરતા આરોપીના વકીલ મનિષ પી.ઓઝાએ સુપ્રીમ તથા હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરી ધારદાર દલીલે તરેલ જેને ધ્યાને લઈને મોરબીના વિશેષ ન્યાયધીશ અને અધીક ક્ષત્ર ન્યાયધીશની સમક્ષ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં મોરબીના કે.આર.પંડયા સાહેબએ આરોપી હેનીલ હિતેષભાઈ રાઠોડને ૫૦,૦૦૦ / ૫૦,૦૦૦ ના જામીન આપી શરતોને આધીન રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરેલ છે.આ કેસમાં આરોપી હેનીલ હીતેષભાઈ રાઠોડના વકીલ મનિષ પી.ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ.પરમાર રોકાયેલા હતા.






Latest News