મોરબીમાં છેતરપીંડાના ગુન્હામાં પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો
વાંકાનેરના રાતીદેવરી ગામેથી યુવતી ગુમ
SHARE
વાંકાનેરના રાતીદેવરી ગામેથી યુવતી ગુમ
વાંકાનેર નજીક આવેલ રાતીદેવરી ગામે રહેતા પરિવારની યુવતી ઘરે કોઈને કશું કર્યા વગર જતી રહી છે જેથી ગુમ થયેલ યુવતીના પિતા દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે નોંધ કરીને ગુમ થયેલ યુવતીને શોધવા માટેની આગળની કાર્યવાહી કરેલ છે.
વાંકાનેર તાલુકાના રાતીદેવી ગામે રહેતા રમેશભાઈ ગોકળભાઈ વોરા (58)એ તેની દીકરી સોનલબેન રમેશભાઈ વોરા (24) ગુમ થયેલ હોવાની ગુમસુધા ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે આપેલ છે જેમાં જણાવ્યુ છેકે, ગત તા. 13/1 ના બપોર 1 વાગ્યાથી લઈને તા.14/1 ના સવારના 4 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન તેની દીકરી ઘરે કોઈ કશું કહ્યા વગર ઘરેથી નીકળી ગયેલ છે અને તેને શોધવા છતાં કોઈ જગ્યાએથી તેનો પતો લાગ્યો નથી જેથી હાલમાં ગુમ થયેલ યુવતીના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે નોંધ કરીને ગુમ થયેલ યુવતીને શોધવા માટે તજવીજ શરૂ કરી છે.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના માળિયા મીંયાણાના સોનગઢ પાસે બસ પલ્ટી મારી ગઈ હતી જે બનાવમાં સિરિનબેન હાજીભાઈ ચાનિયા (૨૮) તથા ખતીજાબેન રફિકભાઈ સાયચા (૩૫) બંને રહે.વવાણીયાને અત્રે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા તેમજ મહેશભાઈ શાંતિભાઈ પરમાર (૪૧) રહે.ગાંધીધામ (કચ્છ) ને પીપળીયા ચોકડીથી બરાર જતા રસ્તે બસ પલ્ટી મારી જવાના બનાવમાં ઇજા પામેલ હાલતમાં તેઓને પણ અત્રે સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના જુના બસ સ્ટેશન પાસે વાહન સ્લીપ થવાના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા દિનેશભાઈ શામજીભાઈ હળવદિયા (૪૫) રહે. લક્ષ્મીનગરને અત્રે ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.