મોરબીના રાજપર (કું) ગામે તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત
SHARE
મોરબીના રાજપર (કું) ગામે તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત
મોરબી તાલુકાના રાજપર કુંતસી ગામે આવેલ તળાવમાં કોઈપણ કારણોસર યુવાન પાણીમાં ડૂબી ગયો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના પત્નીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મૂળ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના વાંકડી ગામ નાળ ફળિયુંના રહેવાસી પ્રકાશભાઈ પ્રતાપભાઈ પલાસ (25) નામનો યુવાન રાજપર કુંતાસી ગામની સીમમાં પુંજાભાઈ થોભણભાઈ સુવરિયાની વાડીની બાજુમાંથી ફડસર ગામ તરફ જવાના જે રસ્તો આવેલ તળાવમાં કોઈ કારણોસર ડૂબી ગયો હતો જેથી તે યુવાનનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના પત્ની સોનલબેન પ્રકાશભાઈ પલાસ (25)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
મારામારીમાં ઇજા
મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા સાદીક દોસમામદ જામ (22) નામના યુવાનને વજેપર વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
અકસ્માતમાં ઇજા
મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ અમુલ ડેરી પાસે અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા મનોજ કરસનભાઈ સાંચલા નામના વ્યક્તિને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.