હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા-માટેલ રોડે આવેલ કારખાનામાં મશીનના બેલ્ટમાં માથાના વાળ ફસી જવાથી મહિલાનું મોત


SHARE









વાંકાનેરના ઢુવા-માટેલ રોડે આવેલ કારખાનામાં મશીનના બેલ્ટમાં માથાના વાળ ફસી જવાથી મહિલાનું મોત

વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ ઉપર અમરધામ પાસે આવેલ સીરામીકના કારખાનામાં મહિલા કામગીરી કરી રહી હતી દરમિયાન મશીનના કન્વેયર બેલ્ટમાં તેની  સાડી ફસાઈ હતી ત્યાર બાદ તેના માથાના વાળ બેલ્ટમાં આવી ગયા હતા જેથી મહિલાને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને માથામાં ઇજા થવાથી મહિલાનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ ઉપર આવેલ સનહાર્ટ  સીરામીકમાં રહેતા અને મજૂરી કામ કરતા કમલાબાઈ મનીરામભાઈ સોન (45) નામની મહિલા કારખાનામાં સફાઈ કામ કરી રહી હતી. દરમ્યાન ત્યાં આવેલ મશીનના કન્વેયર બેલ્ટમાં અકસ્માતે તેની સાડી આવી ગઈ હતી ત્યારબાદ તે મહિલાના વાળ બેલ્ટમાં ફસાઈ ગયા હતા જેથી મહિલાને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News