મોરબીમાં ભાઈ સાથે થયેલા ઝઘડાનો ખાર રાખીને યુવાન ઉપર હુમલો: પથ્થરના ઘા-લાકડાના ધોકાથી મારમાર્યો
SHARE
મોરબીમાં ભાઈ સાથે થયેલા ઝઘડાનો ખાર રાખીને યુવાન ઉપર હુમલો: પથ્થરના ઘા-લાકડાના ધોકાથી મારમાર્યો
મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન સામે આવેલ શ્રી હરિપાર્ક સોસાયટીના ગેટ પાસેથી યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના ભાઈ સાથે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને ફરિયાદી તથા તેની સાથે રહેલ સાહેદને ટાઇલ્સ જેવા પથ્થરના છૂટા ઘા મારીને માથામાં તથા શરીરે ઇજાઓ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મૂળ મોરબીમાં નજરબાગ પાસે આવેલ જીવરાજ પાર્ક સોસાયટીના રહેવાસી અને હાલમાં લખધીરપુર રોડ ઉપર આવેલ લેક્ષેસ સીરામીક કંપનીમાં રહેતા અને મજૂરી કરતા ભાવિનભાઈ વિનોદભાઈ ચૌહાણ (29)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દિનેશભાઈ ચૌહાણ તથા તેનો ભાઈ પવો ચૌહાણ રહે. બંને શ્રી હરિપાર્ક સોસાયટીના ગેટ પાસે મફતિયાપરામાં મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, તે નજરબાગ રેલવે સ્ટેશન સામે શ્રી હરિપાર્ક સોસાયટીના ગેટ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આરોપીઓને અગાઉ તેના ભાઈ સાથે ઝઘડો થયો હતો તે બાબતનો ખાર રાખીને દિનેશભાઈએ ફરિયાદી તથા સાહેદને ટાઇલ્સ જેવા પથ્થરના છૂટા ઘા કરીને માથામાં તથા શરીરે ઇજાઓ કરી હતી અને લાકડાના ધોકા વડે શરીરે માર મારીને ઇજા કરેલ છે તેમજ ફરિયાદી અને સાહેદને ગાળો આપીને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.









