માળીયા (મી)ના વાધરવા નજીક કારખાનાના કવાર્ટરમાં એકલવયા જીવનથી કંટાળીને યુવાને અંતિમ પગલું ભર્યું
મોરબીના નવલખી રોડે માથાકૂટ કરનાર ત્રણ શખ્સો પાસેથી ભાઈને છોડાવવા માટે ગયેલ વેપારી યુવાનને પાઇપ-ધોકા વડે મારમાર્યો
SHARE
મોરબીના નવલખી રોડે માથાકૂટ કરનાર ત્રણ શખ્સો પાસેથી ભાઈને છોડાવવા માટે ગયેલ વેપારી યુવાનને પાઇપ-ધોકા વડે મારમાર્યો
મોરબીમાં નવલખી રોડ ઉપર સેન્ટ મેરી સ્કૂલની બાજુમાં ઇન્ડિયા ચાઈનીઝ દુકાન ધરાવતા વેપારી યુવાનના ભાઈ સાથે એક શખ્સ ઝઘડો કરતો હતો જેથી કરીને યુવાન ત્યાં વચ્ચે છોડવા માટે ગયો હતો ત્યારે તે યુવાનને પાઇપ અને લાકડાની પટ્ટી વડે માર મારવામાં આવ્યો હતો જેથી યુવાનને છોડાવવા માટે અન્ય સાહેદો વચ્ચે પડતા તેને પણ લાકડાની પટ્ટી વડે મારમારીને ઇજાઓ કરી હતી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મૂળ મહારાજના રહેવાસી અને હાલમાં મોરબીના વીસીપરામાં આવેલ મદીના સોસાયટીમાં રહેતા મનોજભાઈ રામભાઈ રાજપૂત (44)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બોલેરો ગાડી નંબર જીજે 36 વી 8247 નો ચાલક સાહિલ તથા તેની સાથે આવેલા અજાણ્યા બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટ મેરી સ્કૂલની બાજુમાં તેની ઇન્ડિયા ચાઈનીઝ નામની દુકાન આવેલ છે અને ત્યાં તેના ભાઈ સાથે સાહિલ બોલાચાલી કરી ગાળો આપીને ઝઘડો કરતો હતો જેથી તેને છોડાવવા માટે થઈને ફરિયાદી વચ્ચે પડતા સાહિલે ફરિયાદીને લોખંડનો પાઇપ અને લાકડાની પટ્ટી વડે મારમાર્યો હતો જેથી અન્ય સાહેદો તેને છોડાવવા માટે વચ્ચે પડતા સાહિલ અને તેની સાથે રહેલા બે શખ્સો દ્વારા લાકડાની પટ્ટી વડે ફરિયાદી તથા સાહેદોને મારમારીને જનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાન સહિતના ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ત્રણ શખ્સો સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.









