મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

હળવદના ઘનશ્યામનગર ગામે ‘જલ અર્પણ’, ‘સેવા સેતુ’ અને આરોગ્ય કેમ્પ સાથે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો


SHARE







હળવદના ઘનશ્યામનગર ગામે જલ અર્પણ’, ‘સેવા સેતુઅને આરોગ્ય કેમ્પ સાથે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

રાજ્યના છેવાડાના માનવી સુધી પાયાની સુવિધાઓ અને વહીવટી પારદર્શિતા પહોંચાડવાના સરકારશ્રીના સંકલ્પને સાકારે કરવાના ભાગરૂપે મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના ઘનશ્યામનગર ગામે જલ અર્પણ દિવસ’, ‘સેવા સેતુઅને આરોગ્ય કેમ્પસાથે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દ્વારા ગ્રામજનોને શુદ્ધ પેયજળની સુવિધા સુપ્રત કરવાની સાથે સાથે વિવિધ સરકારી યોજનાઓના લાભો એક જ સ્થળે ઉપલબ્ધ કરાવી વહીવટી પ્રક્રિયાને વધુ લોકભોગ્ય બનાવવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં જલ શક્તિ અભિયાન અંતર્ગત નવનિર્મિત પાણીની યોજનાની વિધિવત જલ અર્પણ વિધિ કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ઘનશ્યામનગર પાણી સમિતિને જલ કળશઅર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગ્રામજનોએ પાણીના કરકસરભર્યા ઉપયોગ અને જળ સંગ્રહ માટે સામૂહિક જલ સંકલ્પલઈ જળ સુરક્ષા માટે પોતાની કટિબદ્ધતા દર્શાવી હતી. જળ અર્પણની સાથે જ ગ્રામજનો માટે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં વિવિધ પ્રમાણપત્રો અને યોજનાકીય લાભો સ્થળ પર જ અર્પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલા તપાસણી કેમ્પમાં નિષ્ણાત તબીબો દ્વારા ગ્રામજનોના સ્વાસ્થ્યનું પરીક્ષણ કરી જરૂરી દવાઓ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ અવસરે મોરબી જિલ્લા કાર્યપાલક ઈજનેર અને વાસ્મોના યુનિટ મેનેજર એમ. એસ. દામા, તાલુકા વિકાસ અધિકારી પાર્થભાઈ ગઢવી, નાયબ મામલતદાર ધીરૂભાઈ સોનાગ્રા, અગ્રણી સર્વ વાસુદેવભાઇ સિણોજીયા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, રમેશભાઈ ઝીંઝુવાડિયા, રવજીભાઈ પરમાર તેમજ મેડિકલ ઓફિસર પરેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News