મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને વાસ્મો તથા પાણી સમિતિની બેઠક યોજાઈ


SHARE









મોરબીમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને વાસ્મો તથા પાણી સમિતિની બેઠક યોજાઈ

મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ વ્યાપક અને સુદ્રઢ બનાવવાના ઉમદા હેતુથી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ (DWSC) અને જિલ્લા જલ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી ઉનાળાની ઋતુને ધ્યાને રાખીને ગ્રામીણ વિસ્તારોમાં પાણીની સુવિધા માટે પાણી પુરવઠાના વિવિધ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.

આ બેઠક દરમિયાન હળવદ તાલુકાના કોયબા (હરિપર) ખાતે બોર શારકામ અને પમ્પિંગ મશીનરી તેમજ મોરબી તાલુકાના ઝીંઝુડા ગામે હયાત બોર પર નવી મશીનરી બેસાડવાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ રણકાંઠાના છેવાડાના ગામોમાં પીવાના પાણી કોઈ સમસ્યા ન આવે તે બાબતે ખાસ સૂચના આપી હતી. ઉપરાંત ઘોડાધ્રોઈ ડેમ આધારિત ૮ ગામોના જૂથ માટેની યોજના અને  માળિયા-હળવદ તાલુકાની વિવિધ રજૂઆતોના હકારાત્મક નિકાલ તથા જલ અર્પણ કાર્યક્રમ અને ગતિ શક્તિ પોર્ટલની પ્રગતિ બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એન.એસ. ગઢવી, જિલ્લા પાણી પુરવઠા અધિકારી અને વાસ્મોના યુનિટ મેનેજર એમ.એસ.દામા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.વી.શ્રીવસ્તાવ અને સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News