મોરબી નજીક આઇસરના ચાલકે બાઇકને હડફેટે લેતા વૃદ્ધને પાંસળીમાં ફ્રેક્ચર-માથામાં ગંભીર ઇજા
મોરબી નજીક કારખાના પાસે ઈંડા લેવા આવેલા શખ્સોએ યુવાન અને તેના દીકરાને મારમાર્યો: કેબિન સાથે યુવાનને સળગાવી નાખવાની ધમકી
SHARE
મોરબી નજીક કારખાના પાસે ઈંડા લેવા આવેલા શખ્સોએ યુવાન અને તેના દીકરાને મારમાર્યો: કેબિન સાથે યુવાનને સળગાવી નાખવાની ધમકી
મોરબીના નવા જાંબુડીયા ગામ પાસે કોમ્પ્લેક્સની પાછળના ભાગમાં કેબિન ધરાવતા યુવાન પાસે ઈંડા લેવા ગયેલા શખ્સોએ યુવાનને ગાળો આપી હતી અને લાકડીના ધોકા વડે મારમાર્યો હતો તેમજ યુવાન અને તેના દીકરાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને ટાંટિયા ભાંગી નાખવાની તેમજ બીજી વખત માથાકૂટ કરીશ તો તારી કેબિન અને તને સળગાવી નાખશુ તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામે રહેતા મહેશભાઈ વીરજીભાઈ ખરા (42)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અશોકભાઈ પટેલ અને અજાણ્યા બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, નવા જાંબુડીયા ગામ પાસે એરો કંપની સામે ગોકુલ કોમ્પલેક્ષની પાછળના ભાગમાં તેની દુકાન આવેલી છે અને ત્યાં આરોપી ઈંડા લેવા માટે ગયા હતા અને તે બાબતે ફરિયાદીને ગાળો આપીને અશોકભાઈ પટેલ દ્વારા લાકડી વડે તથા અજાણ્યા બે શખ્સો દ્વારા ધક બુશટથી ફરિયાદી તથા તેના પુત્ર ચંદ્રકાંત (20)ને મારમારીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને અપશબ્દો કહ્યા હતા તેમજ ટાંટિયા તોડી નાખવાની ધમકી આપી હતી અને લાકડી વડે ફરિયાદીને ડાબા પગે અને શરીરના ભાગે મારમારીને બીજી વખત માથાકૂટ કરીશ તો તારી કેબિન તથા તને સળગાવી નાખશુ તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
આધેડને મારમાર્યો
મોરબીના રોહિદાસપરા વિસ્તારમાં રહેતા ખીમજીભાઈ હમીરભાઈ ચૌહાણ (52) ને માર મારતા ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.
વૃદ્ધા સારવારમાં
ધાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે રહેતા ચંપાબેન વજાભાઈ નંદાસિયા (60) નામના વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગે બેસીને જઈ રહ્યા હતા દરમિયાન તે પડી ગયા હતા જેથી તેને ડાબા હાથના કાંડામાં અને સાથળના ભાગે ફેકચર જેવી ઈજા થતાં મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.
યુવાનને મારમાર્યો
મોરબીના ઘૂટું રોડ ઉપર રહેતા બાલાભાઈ રામજીભાઈ કોળી (40) નામના યુવાન ઘૂટું રોડ ઉપર મેલડી હોટલ પાસે હતો ત્યારે ત્યાં ઢીકાપાટુનો માર મારતા ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.









