મોરબીના ફાટસર ગામે ઝૂંપડામાં પડેલી ઝેરી દવા ભૂલથી પી ગયેલ સગીરાનું સારવારમાં મોત
SHARE
મોરબીના ફાટસર ગામે ઝૂંપડામાં પડેલી ઝેરી દવા ભૂલથી પી ગયેલ સગીરાનું સારવારમાં મોત
મોરબી તાલુકાના ફાટસર ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારની સગીર દીકરીએ ઝૂંપડામાં પડેલ ઝેરી દવા ભૂલથી પી લેતા તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવતીનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવની મૃતક સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવી જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના ફાટસર ગામની સીમમાં કાનજીભાઈ ગંગારીની વાડીમાં રહીને મજૂરી કામ કરતા સુલતાનભાઈ ઇન્દ્રસિંગ ભીલની દીકરી કાજલબેન ભીલ (16)એ ઝુંપડામાં રહેલ ઝેરી દવા ભૂલથી પી લીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવતીનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
એક બોટલ દારૂ
મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ રવિરાજ ચોકડી પાસેથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે 2000 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે આરોપી અશોકભાઈ રામજીભાઈ પઢિયાર (50) રહે. ડાક શેરી સોની બજાર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે









