મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યોની હાજરીમાં જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ
વાંકાનેરના દિક્ષીત વાઘેલાએ ઝળહળતી સફળતા મેળવતા જિલ્લા પંચાયતના પ્રમુખ-ધારાસભ્યએ કર્યું સન્માન
SHARE
વાંકાનેરના દિક્ષીત વાઘેલાએ ઝળહળતી સફળતા મેળવતા જિલ્લા પંચાયતના પ્રમુખ-ધારાસભ્યએ કર્યું સન્માન
વાંકાનેરના દિક્ષીત વાઘેલાએ વર્ષ ૨૦૨૫માં ધો.-૧૨ (વિજ્ઞાન પ્રવાહ) ની પરીક્ષામાં ૮૩.૮૩ ટકા સાથે ઉત્તીર્ણ થઈ સફાઈ કામદારનાં આશ્રિતો પૈકી સમગ્ર રાજયમાં દ્વિતીય ક્રમ મેળવ્યો હતો જેથી કરીને જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા તેનું સન્માન કરાયુ હતું
ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગર મોરબી જિલ્લાના વાંકાનેરના દિક્ષીત રમણભાઈ વાઘેલાએ વર્ષ ૨૦૨૫ માં ધોરણ-૧૨ (વિજ્ઞાન પ્રવાહ) ની ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષામાં ૮૩.૮૩ ટકા સાથે ઉત્તીર્ણ થઈ સફાઈ કામદારનાં આશ્રિતો પૈકી સમગ્ર રાજયમાં દ્વિતીય સ્થાન હાંસલ કરેલ છે. ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત રાજય એ અભિનંદન આપ્યા છે. અને ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસ કરી કારકિર્દીમાં જવલંત સફળતા મેળવી સમાજમાં ઉચ્ચ સ્થાન મેળવો તેવી આપને શુભકામનાઓ તથા પ્રમાણપત્ર ગુજરાત સફાઈ કામદાર વિકાસના મેનેજીંગ ડિરેકટર જે.એમ.તુવાર દ્વારા પાઠવવામાં આવ્યું છે. અગાઉ દિક્ષીતને ધો.૧૦ માં ૮૬.૩૩ ટકા મેળવી સફાઈ કામદારનાં આશ્રિતો પૈકી સમગ્ર રાજયમાં પ્રથમસ્થાન મેળવ્યું હતું. હાલમાં દિક્ષીત રમણભાઈ વાઘેલાની આ સિદ્ધિ બદલ જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, કલેક્ટર કે.બી. ઝવેરી દ્વારા સન્માન કરાયુ હતું. આ તકે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, અને પ્રકાશભાઈ વરમોરા ડીડીઓ નવલદાન ગઠવી સહિતના હાજર રહ્યા હતા.









