મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યોની હાજરીમાં જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ
SHARE
મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યોની હાજરીમાં જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ
મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક કલેક્ટર કે. બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. ત્યારે ધારાસભ્યઓ દ્વારા માર્ગ, વીજળી સહિતના પ્રશ્નો રજૂ કરાયા હતા. જેનું તાકીદે નિરાકરણ લાવવા સબંધિત અધિકારીઓને કલેકટરએ તાકીદ કરી હતી.
આ બેઠકમાં કલેકટરએ ઉપસ્થિત અધિકારીઓને તમામ સરકારી કચેરી-મકાનોનો રેકોર્ડ રજૂ કરવા, કચેરીઓમાં વિજળી બચાવવા, પ્રાકૃતિક કૃષિને મહત્વ આપવા, અધિકારીઓ- કર્મચારીઑએ કચેરીમાં આવતા અરજદારો સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર કરવા, કચેરીમાં નિયમિતતા જાળવવા જણાવ્યું હતું. આ બેઠકમાં મેડિકલ કોલેજ વિશે કચેરી ડિન નીરજકુમાર બીશ્વાસ વિશ્વાસદ્વારા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, જીતુભાઈ સોમાણી અને પ્રકાશભાઈ વરમોરા, ડીડીઓ નવલદાન ગઠવી, નાયબ વન સંરક્ષક ડો.સુનિલ બેરવાલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.









