મોરબીના જોધાપર ગામ પાસે બનાવવામાં આવેલ નમો વનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી ગુજરાત ટાઇટન્સે જુનિયર ટાઇટન્સની ત્રીજી આવૃત્તિના મોરબી લેગનું સમાપન કર્યું મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને વિમારાશી મળી એકાદ સપ્તાહમાં નવાજૂનીના એંધાણ: મોરબી-રાજકોટ જિલ્લા સહિત રાજ્યમાં 5 થી 6 જિલ્લાના ભાજપના પ્રમુખોને બદલવા તૈયારી મોરબી : ફોનમાં વાત કરતા કરતા હાથ-પગ શેકવા જતા મહિલા દાઝી ગઈ મોરબીનો સિરામિક ઉદ્યોગ ગુજરાત નહીં પરંતુ ભારતનું ગૌરવ: વિકાસ કામોના લોકાર્પણ-ખાતમહુર્ત પ્રસંગે અધિકારીઓ-પદાધિકારીઓને મહત્વપૂર્ણ ટકોર કરતાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાત ટાઈટન દ્વારા આયોજીત રમતોત્સવમાં મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ મજા માણી મોરબી નજીક એસટીની બસની પાછળ બસ ઘૂસી જતાં 10 થી વધુ મુસાફરોને નાના મોટી ઇજા
Breaking news
Morbi Today

મોરબીમાં મેદસ્વિતા નિવારણ અને નિયંત્રણ માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા એક મહિના સુધી કેમ્પ યોજાશે


SHARE











મોરબીમાં મેદસ્વિતા નિવારણ અને નિયંત્રણ માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા એક મહિના સુધી કેમ્પ યોજાશે

સરકારના FIT INDIA મૂવમેન્ટ અને સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૨૦ જાન્યુઆરી થી ૨૦ ફેબ્રુઆરી દરમિયાન આદર્શ શાળા, ન્યુ આદર્શ સોસાયટી, સરદાર બાગ પાછળ, શનાળા રોડ, મોરબી ખાતે સવારે ૦૯:૩૦ થી ૧૧;૦૦ દરમિયાન મેદસ્વિતા મુક્ત અભિયાન અંતર્ગત ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમનું વજન વધારે તેવા લોકો વજન ઘટાડવા અને મેદસ્વિતાને નિયંત્રણમાં લાવવા તથા તેના નિવારણ માટે આ સોનેરી તકનો લાભ લઈ શકે છે. આ કેમ્પ તમારા તનના ભાર સાથે સાથે મનનો ભાર ઘટાડી સ્વસ્થ, સુખી અને આનંદમય જીવન સાથે જોડશે.

યોગ કેમ્પમાં પૂર્ણ સમય હાજર રહેનારને જ સંપૂર્ણ લાભ મળશે. કેમ્પમાં નિયમિતતા રહે તે માટે ટોકન સ્વરૂપે ૩૦૦ રજીસ્ટ્રેશન ફી લેવામાં આવશે. બાકી સમગ્ર કેમ્પ નિઃશુલ્ક છે. વધુ વિગત માટે 9033643781, 9879532457 તથા 7984357003 ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે. મેદસ્વિતા એ માત્ર શરીરની ચરબી વધવાની સમસ્યા નથી, પરંતુ તે હૃદયરોગ, ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, ઘૂંટણ દર્દ, કમર દર્દ, કેન્સર અને અન્ય ગંભીર રોગોનું મુખ્ય કારણ બની શકે છે. આધુનિક જીવનશૈલી, અસંતુલિત આહાર અને શારીરિક સક્રિયતાના અભાવના કારણે આજની પેઢી વધુ મેદસ્વિતા તરફ ધકાયેલ છે. WHO - (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) એ મેદસ્વિતાને વર્ષ ૧૯૯૭ માં 'ગ્લોબલ હેલ્થ પેન્ડેમિક જાહેર કરી છે.

આજની જીવનશૈલીમાં તેલ, ખાંડ અને પ્રોસેસ્ડ ફૂડ (કોલ્ડડ્રિક્સ, જંકફૂડ) વધુ પ્રમાણમાં લેવાથી, શારીરિક કસરત અને ફિટનેસના અભાવથી, વધુ કેલેરીવાળા અને અસંતુલિત આહાર થી તથા તણાવ અને અનિયમિત જીવનશૈલી, કુટુંબમાં મેદસ્વિતાનો ઇતિહાસ અને હોર્મોનલ અસંતુલન (થાઈરોઈડ, ડાયાબિટીસ) ના કારણે લોકોને મેદસ્વિતાનો સામનો કરવો પડે છે.






Latest News