મોરબીમાં મેદસ્વિતા નિવારણ અને નિયંત્રણ માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા એક મહિના સુધી કેમ્પ યોજાશે
મોરબી મહાનગરપાલિકા દ્વારા કેરમ ટુર્નામેંટનું આયોજન
SHARE
મોરબી મહાનગરપાલિકા દ્વારા કેરમ ટુર્નામેંટનું આયોજન
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોમાં રમત ગમત પ્રત્યે જાગૃતિ વધે, બાળકો તથા યુવાનોમાં રમતિયાળ ભાવના વિકસે તેમજ સ્વસ્થ સ્પર્ધાત્મક માહોલ સર્જાય તે હેતુસર તા.૨૪ (શનિવાર) ના રોજ “ઓલ મોરબી કેરમ ટુર્નામેન્ટ” નું આયોજન કરવામાં આવ્યું છે.
આ ટુર્નામેન્ટમાં મોરબી શહેરના વિવિધ વયજૂથના ખેલાડીઓ ભાગ લઈ શકે તે માટે અંડર-૧૨, અંડર-૧૮ તથા ઓપન એમ કુલ ત્રણ કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.જેમાં સ્પર્ધા ૨ ખેલાડીની ટીમમાં રમાશે.રજીસ્ટર કરવા નીચે આપેલ QR કોડ સ્કેન કરવાનો રહેશે. આ ટુર્નામેન્ટનું આયોજન મોરબી શહેરના રાણી બાગ ખાતે કરવામાં આવ્યું છે, જેથી ખેલાડીઓને અનુકૂળ અને સુવ્યવસ્થિત માહોલ મળી રહે. કાર્યક્રમનો પ્રારંભ સવારે ૯:૩૦ કલાકે કરવામાં આવશે.
આ ટુર્નામેન્ટ દરમિયાન વિજેતાઓને પ્રોત્સાહન આપવા માટે વિનિંગ પ્રાઈઝ પણ આપવામાં આવશે. જેમાં પ્રથમ વિજેતાને ૨૫૦૦, દ્વિતીય વિજેતાને ૧૫૦૦ તથા તૃતીય વિજેતાને ૧૦૦૦ રોકડ ઇનામ આપવામાં આવશે. મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ ખેલાડીઓ, રમતપ્રેમીઓ તથા નાગરિકોને આ ટુર્નામેન્ટમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અને કાર્યક્રમને સફળ બનાવવા હાર્દિક અપીલ કરવામાં આવે છે. વધુ માહિતી માટે મોરબી મહાનગરપાલિકાની રમત-ગમત શાખાનો મો.૭૭૭૮૮૦૪૫૬૮ સંપર્ક કરવા અધિકારી જણાવ્યુ છે.









