મોરબીમાં વેરો ન ભરનારા 8 આસામીઓની મિલકતો સીલ કરી: 1200 જેટલા બાકીદારને માંગણા નોટીસ અપાશે
મોરબીની સેંટમેરી સ્કૂલ પાસે રીક્ષા પલ્ટી મારી જતાં પાંચને ઇજા
SHARE
મોરબીની સેંટમેરી સ્કૂલ પાસે રીક્ષા પલ્ટી મારી જતાં પાંચને ઇજા
મોરબીના નવલખી રોડ સેંટમેરી સ્કૂલની પાસે રીક્ષા પલ્ટી મારી ગઇ હતી. આ બનાવમાં અકબરશા ઉષ્માનશા-40, રહે. મદીના સોસાયટી, વીસીપરા, સવિતાબેન હસમુખભાઇ કોળી-50, આશાબેન જગદીશભાઇ રાઠોડ-25, નિલમબેન હસમુખભાઇ કોળી-15 અને હેતલબેન સુરેશભાઇ રહે. બધા નવલખી ફાટક પાસેને ઇજાઓ થતાં સિવિલે સારવાર માટે ખસેડાયા હતા. જેથી બી-ડીવીઝન પોલીસ મથકના બી.કે. દેથાએ તપાસ કરી હતી. જ્યારે સામાકાંઠે નટરાજ ફાટ પાસે છોટાહાથી સાથે વાહન અકસ્માત થતાં ઇજા પામેલ બીજલભાઇ માધાભાઇ અંબાલીયા-80 અને લક્ષ્મણભાઇ બીજલભાઇ-45, રહે. બંને માણીયા-વનાળીયા સોસાયટી સો ઓરડી પાછળને સારવાર માટે ખસેડાયા હતા.
વૃધ્ધનું મોત
હળવદના કડીયાણા ગામના જાદવજીભાઇ કાનજીભાઇ-56, જેઓનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હોય, પોલીસે વધુ તપાસ કરી હતી તેમજ શનાળા રોડ પર આવેલ રેવા ટાઉનશીપ ખાતે રહેતા શિલાબેન લક્ષ્મણરાવ-52, હાલ મોરબી મુળ જીસીસી કલ્યાણ બિલ્ડીંગ દેવનીપુરમ તા.જી. ચાંગલપટ્ટ તામીલનાડુને મોરબી રેવા ટાઉનશીપ ખાતે રૂમમાં હાર્ટએટેક આવતા બેભાન હાલતમાં દવાખાને ખસેડાયા હતા જ્યાં તેઓને મૃત જાહેર કરાયા હતા.
વાહન અકસ્માત
પંચાસર રોડ ઉપર ઓટો રીક્ષા સાથે અથડાતા ઇજાગ્રસ્ત થયેલા હરજીવન દેવજીભાઇ ચાવડા-15, રહે. કોચલની વાડી માધાપરા મોરબીને સારવાર માટે લઇ જવાયો હતો. જ્યારે હળવદના દેવળીયા રોડ, મહાકાળી આશ્રમ નજીક રીક્ષા પલ્ટી મારી જતાં દલપતભાઇ વસંતભાઇ ચગેચાણીયા, રહે. શોભેશ્ર્વર ટોલનાકા પાસે વાહન અકસ્માતમાં ઇજા થતાં જગદીશભાઇ ધનજીભાઇ જોષી-53, રહે. ભાવનગર અને પંકજભાઇ ધનજીભાઇ જોષી-45, રહે. રાજુલાને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતાં.
યુવતી સારવારમાં
હળવદ ચરાડવાના ગોપાલનગર ખાતે રહેતા પરિવારની સંધ્યાબેન પુનીતભાઇ રાઠોડ-18 નામની યુવતી કોઇ કારણોસર ફીનાઇલ પી જતાં અત્રેની મંગલમ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવી હતી. જ્યારે લુણસર ગામના હરજીવનભાઇ દેવશીભાઇ વરમોરા-84ને રવાપર ગામે ક્રિષ્ના સ્કુલ નજીક બાઇક પાછળથી પડી જતાં સારવાર માટે ઓમ ઓથો. હોસ્પીટલે ખસેડાયા હતા. જોન્સનગરમાં રહેતા શહેનાઝબેન કરીમભાઇ ચાનીયા-35ને ઘર પાસે મારામારીમાં ઇજા થતાં સારવાર માટે દવાખાને લઇ જવાયા હતાં. જ્યારે નવલખી હાઇવે જેપુર ગામ પાસે બે બાઇક અથડાતા જયભાઇ જગદીશભાઇ ભટ્ટ-31, રહે. બ્રહ્મપુરી સોસાયટી જેપુર અને ધર્મેન્દ્રસિંહ રાઠોડ-50ને ઇજાઓ થતાં સારવારમાં લઇ જવાયા હતા. વાંકાનેર હાઇવેના જાંબુડીયા ગામે રહેતા કુલદિપ ભૂપતભાઇ ચુડાસમા-20ને ગામ પાસે વાહન અકસ્માતમાં ઇજા થતાં સારવારમાં લઇ જવાયો હતો અને હળવદ રોડ ખોડા ગામે બાઇક સ્લીપ થવાના બનાવમાં ત્યાં રહેતા દેવજીભાઇ મલુભાઇ ચાડમીયા-70ને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.









