મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

મોરબીમાં વેરો ન ભરનારા 8 આસામીઓની મિલકતો સીલ કરી: 1200 જેટલા બાકીદારને માંગણા નોટીસ અપાશે


SHARE













મોરબીમાં વેરો ન ભરનારા 8 આસામીઓની મિલકતો સીલ કરી: 1200 જેટલા બાકીદારને માંગણા નોટીસ અપાશે

મોરબી મહાપાલિકા,આ આવતી મિલકતના આસામીઓનું વર્ષ 2025-26 નું વિવિધ પ્રકારનું ટેક્સનું માંગણું વસૂલ કરવા માટે કવાયત શરૂ કરી છે અને તેના ભાગરૂપે બાકીદારો પાસેથી ટેક્સ વસૂલવા માટે હવે તેની મિલકતોને સીલ કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે અને 8 બાકીદારોની મિલકતને સીલ કરવામાં આવી છે.

મોરબી મહાપાલિકાની ટેક્સ શાખા દ્વારા 3-01-2026 થી જે આસામીઓ દ્વારા મિલકત વેરો ભરપાઈ કરવામાં ન આવ્યો હોય, તેની વોરંટ બજવણી અને સીલીંગ કામગીરી શરૂ કરવામાં આવેલ છે અને તેના ભાગરૂપે 20 જેટલા બાકીદારોના સ્થળ પર જઈને વોરંટની બજવણી કરવામાં આવી હતી અને સીલીંગની કામગીરી કરી હતી ત્યારે 8 બાકીદારોની મિલકત સીલ કરવામાં આવી છે, અન્ય 6 બાકીદારોએ સ્થળ પર જ રોકડ રકમ તેમજ ચેક દ્વારા મિલકત વેરો ભરપાઈ કરી આપ્યો હતો.

વધુમાં અધિકારીએ જણાવ્યુ હતું કે, શહેરમાં આવેલ મિલકતનો વેરો બાકી હોય તેવા બાકીદારોએ સત્વરે મિલકત વેરો મહાપાલિકાની મુખ્ય કચેરી ગાંધી ચોક તથા સિવિક સેન્ટરે સવારે 10:30 થી સાંજે 6:10 તથા 11 ક્લસ્ટર ઓફિસ ખાતે રજાના દિવસો સિવાય સવારે 10:30 થી 1:30 સુધીમાં ભરવાનો રહેશે. આ ઉપરાંત અરજદાર દ્વારા ઓનલાઈન વેબસાઈટ તથા મોબાઈલ એપ્લીકેશનથી વેરો ભરવામાં આવે છે. પ્રોપર્ટી ટેક્સ તથા વ્યવસાયવેરો EC સ્વીકારવાની કામગીરી મહાપાલિકા ઓફિસમાં સમય સવારે 10:30 થી સાંજે 5:00 કલાક સુધી તેમજ મહાનગરપાલિકા દ્વારા હાલે કુલ 11 કલસ્ટર ઓફીસમાં ટેકસ ભરપાઈ કરવામાં આવશે.

હાલે ટેકસ શાખા દ્વારા 1200 જેટલા બાકીદારને માંગણા નોટીસ આપવાની કામગીરી કરવામાં આવેલ છે અને ત્યાર બાદ વોરંટની બજવણી અને જો વેરો ન ભારે તો મિલકત સીલ કરવાની કામગીરી કરવામાં આવશે. હાલે મોરબી મહાપાલિકા દ્વારા ડેવલોપમેન્ટ કરવામાં આવેલ વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશન દ્વારા બહોળા પ્રમાણમાં અરજદારોએ પ્રોપર્ટીટેકસ ઓનલાઈન ભરીને વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશનનો લાભ લીધેલ છે. 






Latest News